આણંદની યુવા સમિતિના અભિયાનમાં 50 સભ્યોએ ઓનલાઈન શિક્ષણથી વંચિત 200 બાળકોને શિક્ષિત કર્યા

0
34
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

આણંદ: હાલ કોરોના કપરા કાળમાં ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે આણંદ શહેરમાં જુદી જુદી 5 જેટલી જગ્યાઓ પર જઇને મોબાઇલ ન હોવાથી ઓનલાઇન શિક્ષણ વંચિત રહેલા ગરીબ બાળકોને 50 જેટલા સેવાભાવિ કાર્યકરો દ્વારા નોકરીમાંથી કિંમતી સમય કાઢીને એક સપ્તાહમાં ચાર કલાક અને રવિવારે ત્રણ કલાક 200 ઉપરાંત બાળકોને રૂબર અભ્યાસ કરાવવામાં આવતો હતો.અભ્યાસની સાથે સાથે સંસ્કાર સિંચવાનું કામ પણ યુવકો દ્વારા કરવામાં આવી રહેલું છે.

આણંદ યુવા એકતા સમિતિના મયુરભાઈ સુથારે જણાવેલ કે આણંદ શહેર વિકસીત હોવા છતાં એકતા નગર ઝુંપડપટ્ટી, અમીન ઓટો ચાર રસ્તા પાસેની ઝુંપડપટ્ટી, રાજશિવાલય ટોકિઝ પાસેની ઝુંપડપટ્ટી,બોરસદ ચોકડી ઝુંપડપટ્ટીઓમાં બાળકો શાળામાં ગરીબ પરિસ્થિતિના પગલે ભણવા નહીં જતા હોવાની ખબર પડી હતી.આથી આવા ગરીબ બાળકોને શોધી કાઢી ભણાવવાનો અનોખો સેવાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી.

કોરોનાના પગલે લોકડાઉન હોવાથી ગરીબ બાળકોને ધરે જઈને અભ્યાસ કરાવવો કઠીન કામગીરી હતી.આમ છતાંય પણ ઇરમા,આણંદ કૃષિ યુનિવર્સિટી સહિત વિવિધ ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓ દ્વારા ડોનેટ યોર સન્ડે અંતર્ગત શહેરની પાંચ જેટલી ઝુંપડપટ્ટી વિસ્તારોમાં 200 ઉપરાંત બાળકોને શિક્ષણ આપવામાં આવી રહેલ છે.જેમાં સ્લમ વિસ્તારના બાળકોને હાલમાં શિક્ષણની સાથે સંસ્કાર અને સ્વચ્છતાના પાઠ અને ટેકનોલોજીના પાઠ પણ ભણાવવામાં આવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/