આમરણથી પીપળીયા વચ્ચેના હાઇવે નવો ન બને તો આંદોલન

0
211
/

આજુબાજુની ગ્રામ પંચાયતોના સરપંચોએ માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી હાઈવેનું કામ શરૂ કરવા પાંચ દિવસની મુદત આપી

મોરબી : હાલ મોરબી તાલુકાના આમરણથી પીપળીયા (ચાર રસ્તા) વચ્ચેનો કોસ્ટલ હાઈવે ઘણા સમયથી બદતર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ માર્ગ એટલો બધો ખખડધજ છે કે, માર્ગ ઉપર પસાર થવું જોખમી બન્યું છે. આથી આજુબાજુની ગ્રામ પંચાયતોના સરપંચોએ માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી આ હાઇવેના નવીનીકરણ કામનો પાંચ દિવસમાં પ્રારંભ નહી કરવામાં આવ તો તંત્ર સામે જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબીના આમરણ, ઓમનગર, રાજપર (કું), ડાયમંડનગર, ખારચિયા ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યએ કલેકટર તેમજ માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરીને જણાવ્યું હતું કે, આમરણથી પીપળીયા (ચાર રસ્તા) સુધીનો ૨૦ કીમીનો માર્ગ છેલ્લા ત્રણ વર્ષથી સદંતર બિસ્માર હાલતમાં છે. ઠેરઠેર જગ્યાએ નાના મોટા ગાબડાઓ અને ખાડાઓને કારણે પ્રજાજનો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. પીપળીયા થી હજનાળી ૮ કી.મી. અને આમરણ થી મેલડી માતાજીના મંદીર સુધી ૩ કી.મી. માર્ગમાં ડામર રોડનુ નામો નીશાન જોવા મળતુ નથી. જોખમ ભરેલા આ માર્ગ પરથી પસાર થવુ અતિ પીડાકારક છે.

વાહનોના યાંત્રિક ભાગો તુટી જવાના કારણે વાહનો અધ્ધવચ્ચે રસ્તામાં ફસાઈ જતા વારંવાર ટ્રાફીકની સમસ્યા સર્જાય છે. નાના–મોટા અકસ્માતોની ઘટના વારંવાર બનતી રહે છે. સરકાર દ્વારા ૧ વર્ષ પહેલા આ માર્ગના નવીનીકરણ માટે રૂા. ૬૫ કરોડ જેવી રકમ પણ મંજુર કરી દેવામાં આવી છે. તેમ છતા કામ શરૂ નહી કરીને જનતાને અપાર પીડા રહી છે. મોરબીની કચેરીનો સંપર્ક સાધતા છેલ્લા છ માસથી આ માર્ગન મરામત કાર્ય એક—બે દીવસમાં ચાલુ થઈ જશે તેવી માત્ર હૈયા ધારણા આપવામાં આવે છે. પણ કામ થતુ નથી જનતા અનહદ માનસિક શારીરીક યાતના સહન કરી રહી છે.આ બાબતે હવે દિવસ–પ માં આ માર્ગના નવીનીકરણો પ્રારંભ નહી કરવામાં આવે તો અમો આ માર્ગ પરના ગામોના પીડીત ગ્રામજનો રસ્તા રોકો અને કલેકટર કચેરી સામે ધરણા જેવા કાર્યક્રમો યોજી અમારો વિરોધ પ્રદર્શિત કરાશે તેવી ચીમકી આપી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/