પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલ સામાન્ય પરિવારના બીન્ટુએ ૨૫થી વધુ ગુજરાતી આલ્બમમાં ઓજસ પાથર્યા
હળવદ : હળવદ તાલુકાના નાના એવા ગોલાસણ ગામનો સાવ સામાન્ય પરિવારનો બીન્ટુ ભરવાડ આજકાલ ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે એક પછી એક સુપરહિટ ગીતો રજૂ કરી ધૂમ મચાવી રહ્યો છે, અપ્રિતમ લોકચાહનાને પગલે હાલમાં બીન્ટુ ભરવાડએ એક, બે નહિ પરંતુ પચ્ચીસથી વધુ ગુજરાતી આલ્બમોમાં કલાના ઓજસ પાથર્યા છે અને તમામ આલ્બમ સુપરહિટ નીવડ્યા છે.
મોરબી જિલ્લાના છેવાડાના ગણાતા હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા માલધારી પરિવારના ઘેર જન્મેલા બીન્ટુ ભરવાડએ કલાકાર ક્ષેત્રે આગળ વધવા પરિવારથી ચોરી છુપી રાત ઉજાગરો કરી અથાગ પરિશ્રમ કરતા કરતા બીન્ટુનો સ્વર આજ યુવા હૈયાઓમાં લોકપ્રિય બન્યો છે, સાથો-સાથ બુલંદ અને ગામઠી શૈલીમાં અલગ અંદાજથી લોકગાયન રજૂ કરી બીન્ટુએ આજે સમગ્ર માલધારી સમાજના હૈયામાં અનેરું સ્થાન જમાવ્યું છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide