હળવદ : સરંભડા થી રણછોડગઢ ને જોડતો રોડ બનાવવા રજુઆત

0
177
/

આઝાદી બાદ રોડ બન્યો જ નથી : મોરબી જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલ એ કરી રજુઆત

હળવદ :હળવદ તાલુકાના સરંભડાથી રણછોડગઢને જોડતાં રોડને બનાવવા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ દ્વારા કાર્યપાલ એન્જિનિયર ને રજૂઆત કરવામાં આવી છે

હળવદ તાલુકાના અનેક એવા ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા છે કે જે આઝાદી બાદ પણ બન્યા નથી માત્ર ગાડા માર્ગ જ રહ્યા છે ત્યારે સરંભડા થી રણછોડગઢ ગામને જોડતો રસ્તો આજદિન સુધી બન્યો નથી આ ૪ કિલોમીટરના રોડને બનાવવા મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલ એ જિલ્લા બાંધકામ શાખા કાર્યપાલક એન્જિનિયર ને લેખિત રજૂઆત કરી છે

રોડ બનતાં બંને ગામોના લોકોને ગાડાં માર્ગ થી છુટકારો મળશે : સરપંચ

સરંભડા થી રણછોડ નો ચાર કિ.મી.નો રોડ બનશે તો બંને ગામોના લોકોને ગાડા માર્ગ થી છુટકારો મળશે સાથે જ રણછોડગઢ થી મોટાભાગના લોકો બ્રાહ્મણી ડેમ માં ખેતી માટે જતા હોય છે જેથી ઘણી વખત ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બનતું હોય છે જેમાંથી પણ છૂટકારો મળશે તેમ સરંભડા ગામના સરપંચ શંકરભાઈ કોળીએ જણાવ્યું હતું

ચરાડવા-મોરબી જવું વધુ સહેલું બનશે : દેવશીભાઈ ભરવાડ

સરંભડા થી રણછોડગઢ નો રોડ બને તેવી બંને ગામોની વર્ષોથી માંગ હતી બંને ગામો પણ એકબીજા સાથે જોડાયેલા હોય જેથી આ રોડ બનાવો જરૂરી હતો તેમજ મોટાભાગે સરંભડા થી રણછોડગઢ અને રણછોડગઢ થી સરંભડા આવવા જવા માટે ગાડા માર્ગ હોવાથી લોકોને પણ ભારે પરેશાનીઓ વેઠવી પડતી હતી સાથે મોરબી જવામાં પણ સરળતા રહેશે કેમ સરંભડા ગામના અગ્રણી દેવશી ભાઈ ભરવાડ એ જણાવ્યું હતું

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/