હળવદમા માર્કેટ યાર્ડમાંથી વેપારીની નજર ચૂકવી પાંચ લાખની ઉઠાંતરી કરનાર બે શખ્સ ઝબ્બે

0
59
/
હળવદ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે બન્ને આરોપીઓને ઝડપી લીધા

હળવદ : તાજેતરમા હળવદના માર્કેટયાર્ડમાં થોડા દિવસ પહેલા એક વેપારીની નજર ચૂકવી તેના થેલામા કાપો મારીને થેલામાથી રૂ.5 લાખની ઉઠાંતરી થયાની ઘટના બની હતી. આ ઘટનામાં હળવદ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે અઘન તપાસ ચાલવીને વેપારીની નજર ચૂકવી પાંચ લાખની ઉઠાંતરી કરનાર બે શખ્સોને ઝડપી લીધા હતા.

આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદની શીવધરા સોસાયટીમાં રહેતા વેપારી અંબારામભાઈ લીલીતભાઈ ઠક્કર થોડા દિવસ પહેલા બેન્કમાંથી રૂ.5 લાખ ઉપાડીને આ રકમ થેલામાં ભરીને હળવદ માર્કેટ યાર્ડમાં પહોંચ્યા હતા. જો કે તે દિવસે ખેડૂતોની ભીડ હોવાથી આ તકનો લાભ લઈને ગઠિયાઓ વેપારીની નજર ચૂકવી તેમની પાસે રહેલા થેલામાં કાપો મારીને રૂ.5 લાખની રકમ સેરવીને ફરાર થઈ ગયા હતા. બાદમાં આ બનાવ અંગે વેપારીએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આથી, હળવદ પોલીસે માર્કેટયાર્ડમાં લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓનું પગેરું મેળવ્યું હતું અને રૂ.5 લાખની ઉઠાંતરી કરનાર બે આરોપીઓ શિવાભાઈ રણધીરભાઈ ભાટ (ઉ.વ.23, રહે મૂળ પંજાબ હાલ પાલનપુર, માનસર ફાટક પાસે) તથા બંસીભાઈ ઓમપ્રકાશ બાવરી (ઉ.વ.20, રહે પાલનપુર, માનસર ફાટક પાસે)ને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/