મોરબીના અજંતા-ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલે CM વિજય રૂપાણી સાથે મીટીંગ કરી, મોરબીના વિકાસ અંગે ચર્ચા

0
169
/

મોરબી: ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલની ચીફ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણી અને એમ.કે.દાસ (પ્રિન્સિપલ સેક્રેટરી- CM) સાથે પર્સનલી મિટીંગ થયેલ જેમાં મોરબી સિટીના ડેવલપમેન્ટ માટે પણ વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી

મોરબી શહેરને સ્પેશ્યલ શહેરનો દરજ્જો આપવાની રજૂઆત મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી ઉધોગ નગરી મોરબીમાં હાલ આશરે 8,000 થી 10,000 ટ્રકોની અવર-જવર હોય છે, જેમાં રો-મટીરીયલ તેમજ સમગ્ર દેશમાં ડિસ્પેચ તથા ફિનિશ મટિરિયલના ટ્રકો તદુપરાંત પોર્ટ ઉપરના કન્ટેનરની અવર જવરનો પણ સમાવેશ થાય છે.
હાલ બિઝનેસ ઝોનમાં અવર-જવરમાં મોરબીમાં આવવા-જવા માટે ફક્ત બે મેઇન રોડ છે, એક વાંકાનેર તરફ જતો નેશનલ હાઈવે અને બીજો કંડલા કચ્છ તરફ જતો નેશનલ હાઈવે. હાલ 80 ટકા જેટલો ટ્રાફિક આ બે રોડ પર રહેતો હોય છે. એમ કે દાસ સાહેબ સાથે વિસ્તૃત ચર્ચા દરમિયાન જયસુખભાઈ પટેલે રજૂઆત કરેલ કે મોરબી અવર-જવર માટેના અન્ય નવા માર્ગો પણ ખુલવા જોઈએ જેથી બિઝનેસ ટ્રાફિકનું સચોટ નિરાકરણ કરી શકાય જેમકે મોરબી-હળવદ ફોરવે હાઈવે તેમજ મોરબીથી સરા, મૂડી, સુરેન્દ્રનગર, નળસરોવર થઈને અમદાવાદ અને ત્યાંથી રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તરફની કનેક્ટિવિટી કરી શકાય આ બાબત અંગે વિસ્તૃત ચર્ચા થયેલ.

તેમજ મોરબીમાં ઇન્ડસ્ટ્રીઝનું ડેવલોપમેન્ટ ઘણું બધું વધારે હોવાથી મોરબીથી 30 કિલોમીટર એરિયા સુધીના બધા જ રસ્તા નવા, પહોળા અને વરસાદી સિઝનમાં ટકી રહે તેવા રસ્તાઓની ખાસ જરૂર છે આ બાબત પર યોગ્ય પ્લાનિંગ સાથે કાર્ય કરવાની જરૂરીયાત છે. જો આ પ્રકારના યોગ્ય પ્લાનિંગ થી કાર્ય થાય તો આંતરિક લોકો તેમજ સમગ્ર દેશમાંથી લોડીંગ અનલોડિંગ માટે આવતા હજારો ટ્રકોના ડ્રાઈવરો ને ટ્રાફિકમાં ફસાવવાની સમસ્યાથી મુક્તિ મળશે પરિણામ સ્વરૂપ બિઝનેસ વધુ સરળ બનશે મોરબીમાં બિઝનેસ અને ઈન્ડસ્ટ્રીઝમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે હાલના સમયે પણ આશરે સો જેટલી નવી ફેક્ટરીઓ આવી રહી છે જેનું અંદાજે રોકાણ ૧૦ હજાર કરોડની આસપાસ થશે જેથી લાંબા સમયનું સચોટ પ્લાનિંગ કરી યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું થાય તેવી રજૂઆત ઓરેવા ગ્રુપ ના સુપ્રીમો શ્રી જયસુખભાઈ દ્વારા કરવામાં આવેલ.

મોરબી શહેરના લોકોની મૂળભૂત અને પાયાની દરેક સમસ્યાનાે ઉકેલ થાય અને તે માટે મોરબીને એક સ્પેશિયલ શહેરનો દરજ્જો મળે અને તે મુજબ ડેવલોપમેન્ટ અને સુધારા થાય તે ખૂબ જ જરૂરી છે. મોરબીના દરેક ઇન્ડસ્ટ્રીઝ વાળાને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે નર્મદા કેનાલ હંમેશા ભરેલી રહે તેવું આયોજન થાય તે માટે પણ વિસ્તૃત ચર્ચા થયેલ.
ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સાથે પ્રકાશભાઈ વરમોરા પણ સરકાર સમક્ષ રજૂઆત કરી મોરબી ના પ્રશ્નો દૂર થાય તે માટે સતત પ્રયત્નશીલ પણ હોય છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/