ટંકારા તાલુકામાંથી આજે મંગળવારે 16 જેટલા ફોર્મ ઉપડ્યા

0
19
/
આજના દિવસમાં એકપણ ફોર્મ ભરાઈને પરત ન આવ્યું

ટંકારા: હાલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત હેઠળ આવતી બેઠકોની ચૂંટણી માટે ટંકારા તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરી ખાતે ફોર્મ વિતરણ ચાલી રહ્યું છે. જેમાં આજે મંગળવારે કુલ 16 ફોર્મ ઉપડ્યા હતા.

તાલુકા પંચાયત કચેરીએથી 6 ઉમેદવારોએ દાવેદારી નોંધાવવા માટે ફોર્મ ઉપાડ્યા હતા જ્યારે મામલતદાર કચેરીએથી 10 ફોર્મ ઉપડ્યા હતા. જો કે આજની તારીખે બપોરે 3 વાગ્યા સુધીમાં એકપણ ફોર્મ ભરાઈને પરત આવ્યું નથી. ત્યારે હવે આવતી કાલે બુધવારે વધુ ફોર્મ ઉપડવાની સંભાવના છે તથા લઈ ગયેલા ફોર્મ પૈકી અમુક ફોર્મ ભરાઈને પરત આવવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આજે ઉપડેલા તમામ 16 ફોર્મ તાલુકા પંચાયતની ચૂંટણી માટેના હતા જ્યારે જિલ્લા પંચાયતની બેઠકો માટે આજે કોઈ ફોર્મ પણ ઉપડ્યું ન હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/