ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

0
1
/

[રિપોર્ટ: ગિરજાશંકર જોષી] માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ – ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ ખાતે સવાર નાં 9 થી 2 વાગ્યા સુઘી સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન કરવામાં આવ્યું.

જેમાં ભચાઉ હોસપીટલ નાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ ના એમ.ડી.મેડીસિન ડૉ.નીખીલેશ પટેલ, ઓર્થોપેડિક ડૉ.ભરત રાઠોડ, આંખના નિષ્ણાંત ડૉ.પાર્થ સુથાર, સ્ત્રી રોગ નિષ્ણાંત ડો.પાર્થ ભટ્ટ, પ્રોકટોલોજિસ્ટ ડૉ.પ્રતિક વાળા, એમ.બી.બી.એસ. ડૉ.મુકેશ સથવારા, ડૉ. હિતેશ મુછડિયા અને દુઃખના નિષ્ણાંત ડૉ.પી. સી.ચાવડા દ્વારા સેવા આપવામાં આવી.આ કેમ્પ માં 400 થી વધુ દર્દીઓ ને તપાસવામાં આવ્યા અને તપાસણી બાદ 5 દિવસ ની દવા ફ્રી આપવામાં આવી. જે દર્દીઓ કાયમી દવા લેતા હોય તેવા 50 થી વધુ દર્દીઓ નું રજીસ્ટ્રેશન કરીને તેમને તે દવાઓ દર મહિને રાહત દરે ચિકિસ્તા મંદિર દ્વારા આપવામાં આવશે.વાગડ વ્લફેર હોસપીટલ દ્વારા કેમ્પ માં આંખ ના નોંધાયેલા 35 થી વધુ દર્દીઓ નિઃશુલ્ક ઓપરેશન કરી આપવા માં આવશે.આ કેમ્પ ની શરૂવાત દાતા પરિવાર ના નાનજી દાદા, ટ્રસ્ટી વિનોદભાઈ ગડા, નગીનભાઈ સાવલા અને લાકડીયા ઠાકુર સાહેબ બલભદ્રસિંહ જાડેજા અને લાભશંકરભાઈ ઞામૉટ તથા વેપારી એસૉસીયેશનનાં પ્રમુખ ચમનસિંહ સૉઢા તથા હર્ષદભાઇ જૉષી તથા ભારતીયજનતાપાર્ટીનાં પુર્વપ્રમુખ જેઠુનાથબાવાજીગામના સામાજિક અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય થી કરવામા આવ્યુંહતું

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/