હળવદ માર્કેટ યાર્ડમાં 5 એપ્રીલથી લસણની હરરાજીનો પ્રારંભ

0
155
/

હળવદ સહિત આજુબાજુનાં તાલુકાઓમાં પણ આ વર્ષે લસણનું વાવેતર પણ પુષ્કળ પ્રમાણમાં થયું છે

હળવદ: હાલ હળવદમાં આવેલ માર્કેટયાર્ડમાં ૫ એપ્રીલથી લસણની હરરાજી કાર્ય ચાલુ થવા જઈ રહ્યુ હોવાનું માર્કેટયાર્ડ દ્વારા જણાવાયું છે. જેથી, હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાના ખેડૂતો પણ હળવદ માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજીમાં લસણનું વેચાણ કરી શકાશે.

હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકામાં આ વર્ષે લસણનું પુષ્કળ વાવેતર થયું છે. જોકે, આ વર્ષે લસણના ભાવ પણ એકાએક ગગડી જતા ખેડૂતોમાં નિરાશા પણ જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને હળવદ તાલુકાના ખેડૂતોને લસણનું વેચાણ કરવા છેક ગોંડલ અને હાપા માર્કેટ યાર્ડ સુધી જવું પડતું હતું. જેને ધ્યાને લઇ હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાના પણ ખેડૂતો હળવદમાં લસણનું વેચાણ કરી શકે તેવા હેતુ સાથે હળવદ માર્કેટ યાર્ડના સંચાલકો દ્વારા હળવદ યાર્ડમાં જ 5 એપ્રીલથી લસણની હરરાજી કાર્યના શ્રીગણેશ કરવા જઈ રહ્યા છે

હળવદ માર્કેટ યાર્ડમાં લસણની ખરીદી ચાલુ થવાથી ખેડૂતોને લસણ વેચવા છેક ગોંડલ અને હાપા માર્કેટયાર્ડ સુધી નહીં જવું પડે અને હળવદ માર્કેટ યાર્ડ માં જ ખુલ્લી હરાજીમાં ખેડૂતો લસણનું વેચાણ પણ કરી શકશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/