ગઈકાલે કૌટુંબિક ભાઈની રિસામણે બેઠેલી પત્નીને તેડવા ગયા બાદ સાસરિયા પક્ષે કરેલો હુમલો ઘાતકી નીવડ્યો : હળવદ પોલીસે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો
હળવદ : તાજેતરમા હળવદના પ્રતાપગઢ ગામે યુવાનની હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગઈકાલે યુવાન પોતાના કૌટુંબિક ભાઈની રિસામણે બેઠેલી પત્નીને તેડવા માટે તેણીના પિયર પ્રતાપગઢ ગામે ગયો હતો. ત્યારે બોલાચાલી થતા સાસરી પક્ષના લોકોએ યુવાન ઉપર હુમલો કરતા તેને તાકીદે સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. જ્યાં યુવાનનું મોત નીપજ્યું હતું. આથી, આ બનાવ હત્યામાં પલ્ટાયો છે. હાલ હળવદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ હત્યાના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના વેગડવાવ ગામે રહેતા રમેશભાઈ ફૂંકાભાઈ વાઘેલા (ઉ.વ. 40) નામના યુવાનના કૌટુંબિક ભાઈ મુન્નોની પત્ની પિયરે રિસામણે બેઠી છે. આથી, રમેશભાઈ ગઈકાલે બપોરે પોતાના કૌટુંબિક ભાઈ મુન્નાને સાથે લઈને તેની પત્નીને તેડવા પિયર હળવદના પ્રતાપગઢ ગામે ગયા હતા. જ્યાં પરિણીતાને તેડવા મામલે સાસરિયા પક્ષે બોલાચાલી કરતા મામલો વણસ્યો હતો અને ઉશ્કેરાયેલા સાસરિયા પક્ષના લોકોએ રમેશભાઈ ઉપર જીવલેણ હુમલો પણ કર્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide