મોરબી-રાજકોટ હાઇવે પર અકસ્માતે ટ્રકની પાછળ કાર અથડાઈ

0
155
/

ટંકારા : તાજેતરમા ટંકારાના રાજકોટ-મોરબી રોડ પર વિરપર નજીક ટ્રક પાછળ કાર અથડાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સદનસીબે જાનહાની ન થતા રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

ટંકારામાં વાહનોથી સતત ધમધમતા રહેતા રોડ એવા રાજકોટ-મોરબી નેશનલ હાઈવે પર આજે સવારના ટાંકણે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘુસી જતા કારના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતને પગલે આજુબાજુના લોકો અને વાહનચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને કારમાં સવારને બહાર કાઢી લીધા હતા. સદનસીબે ગંભીર અકસ્માત હોવા છતાં કોઈપણ વ્યક્તિને ઈજા પહોંચી ન હોવાનું જાણવા મલેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/