કોઈ અજાણ્યા શખ્સોએ કૂતરા પર ફાયરિંગ કરીને હત્યા કર્યાની ફરિયાદ નોંધાઇ
હળવદ : તાજેતરમા હળવદમાં પોસ્ટ ઓફીસ પાસે શ્વાનને ગોળી મારી નિર્દયી હત્યા કર્યાનો બનાવ સામે આવતા જીવદયાપ્રેમીઓ ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. આ બનાવમાં ખુદ હળવદ પોલીસે ફરિયાદી બનીને અજાણ્યા શખ્સો સામે કૂતરાની હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ પોસ્ટ ઓફીસ પાસેથી ગઈકાલે તા.30 ના રોજ એક શ્વાનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ બનાવની તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં આ શ્વાનને ગોળી મારીને હત્યા કર્યાનું બહાર આવતા પોલીસ પણ આ બનાવથી ચોકી ઉઠી હતી અને આ સમગ્ર બનાવ અંગે ખુદ પોલીસ ફરિયાદી બનીને અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide