મોરબીમાં પછાત વિસ્તારોમાં સફાઈ બાબતે કલેક્ટરને રજુઆત

0
30
/

મોરબી : તાજેતરમા મોરબીમાં કુદરતી વિપદા સમયે અનુસૂચિત જાતિના લોકો પ્રત્યે ભેદભાવ ન રાખવા સામાજિક કાર્યકર વિનોદભાઈ મગનભાઈ પરમાર દ્વારા મોરબી નગર પાલિકા કચેરીના ચીફ ઓફિસર અને મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, શહેરમાં ચાલુ ચોમાસાની સીઝન દરમ્યાન ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આ દરમ્યાન તમામ વિસ્તારોમાં ગટરના પાણી ભરાઈ ગયા છે. ભૂગર્ભ ગટર પેક હોવાથી રસ્તા પર પાણી ઉભરાઈ છે અને લોકોના ઘરોમાં આ ગંદુ પાણી ઘુસી જાય છે. ત્યારે આ દરમ્યાન વહીવટીતંત્ર દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું છે. જેમાં પોશ વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન અને અસરગ્રસ્તોને મદદ કરવામાં આવી રહી છે. જ્યારે અનુસૂચિત જાતિ વિસ્તાર જેવા કે, ચામુંડાનગર મેઈન રોડ પર પાણી ભરાઈ ગયા છે અને કોઈ જ સફાઈ અભિયાન કે અસરગ્રસ્તોને મદદ કરવામાં આવી રહી નથી. ત્યારે આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી આ વિસ્તારમાં ભુગર્ભ ગટરના પાણીના નિકાલ અંગે કામગીરી કરવા માંગ ઉઠવા પામી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/