મોરબીમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ : 60 વર્ષના વૃધ્ધ સંક્રમિત

0
267
/
રાજકોટ સિવિલમાં દાખલ મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા મુસ્લિમ વૃધ્ધનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

મોરબી : મોરબી જિલ્લામાં ગુરુવારે વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. આજે સવારે ચરાડવાના આધેડના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રાજકોટ સિવિલમાં દાખલ મોરબીના વૃધ્ધનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 16 ઉપર પોહચી ગઈ છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આજે મોરબી જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં શંકાસ્પદ લક્ષણો સાથે રાજકોટ સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા આમદભાઈ જુમાભાઈ નામના 60 વર્ષના વૃદ્ધના આજે સવારે સેમ્પલ લેવાયા બાદ તેમનો સાંજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. મોરબી શહેરમાં ફરીથી કોરોના પોઝિટિવ કેસની એન્ટ્રીથી લોકોના ફફડાટ ફેલાયો છે. જ્યારે કોરોનાથી સંક્રમિત થયેલા મહેન્દ્રપરાના વૃદ્ધની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી હાલ માલુમ પડેલ નથી. અને તેમને સાથે શ્વાસની પણ બીમારી અગાવથી છે. હાલ આ વૃધ્ધ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જ દાખલ છે. અને હાલ મોરબી આરોગ્ય વિભાગ સહિતના તંત્ર દ્વારા પોઝિટિવ કેસ નોંધાયા બાદ મહેન્દ્રપરામાં આગળની તકેદારીની કામગીરી શરૂ કરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/