મોરબીમાં વિવિધ 10 માંગણી સાથે આશાવર્કરોનું કલેક્ટરને આવેદન પત્ર

0
36
/

મોરબી : ઓલ ઇન્ડિયા આશા વર્કર્સ કો-ઓર્ડીનેશન કમિટી અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન અંતર્ગત મોરબીના આશા વર્કર બહેનો દ્વારા આરોગ્ય કર્મીઓને આરોગ્ય સેવા આપવા, આરોગ્ય કર્મીઓને સુરક્ષા આપવા, આશા ફેસીલીએટર તથા આરોગય કર્મીઓને કોરોના વિશેષ વેતન આપવા સહિતની માંગ સાથે જીલ્લા કલેકટર અધીકારીને તેમજ આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપવામાં આપેલ છે. જેમાં નીચે મુજબની વિવિધ માંગણીઓ કરવામાં આવેલ છે.

1. તમામ આશા વર્કરો-ફેસીલીએટરો તથા એન.એચ.એમ.નાં તમામ કર્મીઓને કાયમી કરો-સમાન સુરક્ષા તથા પેન્શન આપો.
2. તમામ ફ્રન્ટ લાઈન વર્કરોને સુરક્ષાના સાધનો આપો, રેડ ઝોનમાં સેવા બજાવનારાઓને પી.પી.ઈ. કીટ આપો
3. તમામ ફ્રન્ટ લાઈન વર્કરોને કોવીડ ટેસ્ટ નિયમિત કરો
4. તમામ ફન્ટ લાઈન વર્કરોને પત્ર લાખના વિમાની સુવિધા આપો તથા તેમાં કોરોના ટ્રીટમેન્ટ ખર્ચનો સમાવેશ કરો
5. કોવીડની ફરજ બજાવતા તમામને રૂ. 25,000 વિશેષ વેતન આપો
6. કોરોનાની ફરજ બજાવતા સંક્રમીત થાય તેને તુરંત પાંચ લાખ આપો
7. તમામને કોરોના ટેસ્ટ મફત કરાવો
8. આરોગ્ય સેવાને ખાનગીકરણ કરવાનું બંધ કરો તથા આરોગ્ય માળખાને મજબુત બનાવવા જી.ડી.પી.નાં 6% ખર્ચ કરો
9. ટેક્ષ ન ભરતા હોય તેવા તમામને 6 માસ સુધી માસીક રૂ. 7500 ચૂકવો.
10. એન.એચ.એમ. પ્રોજેકટને કાયમી કરી, સરકારી વિભાગ બનાવો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/