હળવદ: પવન-વરસાદના લીધે હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં 20થી વધુ વીજપોલ ધરાશાયી

0
60
/
ગ્રામ્ય વિસ્તારોમાં અનેક મકાનોના નળિયા અને પતરા ઉડ્યા, વૃક્ષો ધરાશાયી થયા

હળવદ : ગત રાત્રે હળવદમાં પવન અને ગાજવીજ સાથે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. જો કે ભારે પવનને કારણે રણકાંઠાના ગામોમાં નુકસાની થઇ હોવાનું સામે આવ્યું છે. જેમાં અનેક મકાનોના પતરાં ઉડ્યા છે, સાથે જ પશુઓ અને લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ ગ્રામ્ય વિસ્તારની વાડી વિસ્તારમાં વીજ પોલ પણ ધરાશાયી થઈ ગયા હતા. તેમજ સુખપર ગામે વીજળી પડતાં એક ગૌવંશનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે.

ગતરાત્રીના ગાજવીજ સાથે ભારે પવન અને વરસાદ પડતા હળવદ તાલુકાના માલણીયાદ, ઇસનપુર, અમરાપર, ટીક, રાણેકપર, દિઘડીયા, સાપકડા સહિતના ગામોના વાડી વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થઇ ગઇ હોવાનું સામે આવ્યું છે. તેમજ હળવદના કોઇબાના પાટીયાથી કોઇબા જવાના રોડ પર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જેને કારણે વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો. તેમજ ટીકર અને માનગઢ ગામે ભારે પવનને કારણે મકાનના નળિયા અને પતરા ઉડતા બે લોકો અને પશુઓ ઇજાગ્રસ્ત થયા હતા. તો બીજી તરફ જોગડ ગામે પણ પવનને કારણે તોતિંગ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે તાલુકાના ધુળકોટ ગામે ભારે પવનને કારણે મોટા વૃક્ષો ભાંગ્યા છે. તેમજ મકાનોનાં પતરાં ઉડ્યા હતા જેને કારણે વાહનોમાં નુકસાની થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે હળવદ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હળવદમાં ગતરાત્રીના ભારે પવન અને વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં એમાંય ખાસ કરીને રણકાંઠાના ગામોમાં મકાનના પતરા અને નળિયાંઓ ઉડ્યા હોવાના મેસેજ મળી રહ્યા છે. જો કે વધુ કોઇ નુકસાન ન થયું હોય. જેથી, સર્વે કરવાની કામગીરી હાલ કરવામાં આવી નથી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/