માવઠાની આગાહીને પગલે મોરબી માર્કેટીંગ યાર્ડ 25થી 27 નવેમ્બર સુધી બંધ રહેશે

0
96
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં માવઠાની આગાહી કરાતા સંભવિત માવઠાથી જણસીઓ બગડે નહિ તે માટે સાવચેતીના પગલાં લઈ આગામી તા.25થી 27 નવેમ્બર સુધી મોરબીના માર્કેટીંગ યાર્ડને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ એટલે મોરબીના માર્કેટીંગ યાર્ડના ઇન્ચાર્જ સેકટરી કાંતિલાલ ભીમાંણીની સત્તાવાર યાદી મુજબ હવામાન ખાતા દ્વારા આગામી સમયમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજસ્થાનમાં યોજાનાર ચૂંટણીમાં મજૂરો મતદાન કરવા જવાના હોવાથી આગામી તા.25થી 27 નવેમ્બર સુધી મોરબીના માર્કેટીંગ યાર્ડમાં જણસીઓની હરરાજી બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આથી આ દિવસોમાં ખેડૂતોને જણસીઓ લઈને માર્કેટીંગ યાર્ડમાં ન લઈ આવવાની તાકીદ કરી છે. આથી તા.27ને સોમવારે સાંજે 5 વાગ્યે માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને જણસીઓની ઉતરાય કરવા અને તા.28 નવેમ્બરથી મોરબીના માર્કેટીંગ યાર્ડમાં તમામ જણસીઓની રાબેતા મુજબ હરરાજી થશે.જેની ખેડૂતો, વેપારીઓ અને એજન્ટોને નોંધ લેવાની અપીલ કરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/