સોમવારે લેવાયેલા 52 લોકોના સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ

0
50
/

મોરબી : મોરબી જિલ્લામાં સોમવારે વધુ 52 લોકોના સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જે તમામ સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.

મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં ગઈકાલે સોમવારે કુલ 52 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આજે આ તમામ સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેથી મોરબીમાં કોરોનાથી રાહત યથાવત રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં ગઈકાલ સોમવાર સુધીમાં કુલ સેમ્પલોની સંખ્યા 1902એ પોહચી છે. અને અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં કુલ 3 કોરોના પોઝીટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 2 દર્દી સાજા થઈ ગયા છે. અને એક દર્દી હાલ સારવારમાં છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/