મોરબી : રવિવારે લેવાયેલા 243 સેમ્પલમાંથી 2 રિજેક્ટ, બાકીના તમામ નેગેટિવ

0
60
/
માસ સેમ્પલિંગ અંતર્ગત રવિવારે પત્રકારો, જેલ સ્ટાફ, આરોગ્ય અને સરકારી સ્ટાફ સહિત લેવાયેલા તમામ લોકોના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા મોટી રાહત

મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટ માટે માસ સેમ્પલિંગ લેવાનું શરૂ કરાયું છે. જોકે રાહતની વાત એ છે કે છેલ્લા 3 દિવસમાં લેવાયેલા તમામ માસ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેમાં રવિવારે પણ મોરબી જિલ્લામાં વધુ 243 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાથી 2 સેમ્પલ રિજેક્ટ થયા હતા બાકીના તમામ સેમ્પલનો રિપોર્ટ આજે નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે

રવિવારે લેવાયેલા માસ સેમ્પલમાં મોરબી સિવિલમાં 42, હળવદમાં 40, વાંકાનેરમાં 30, જેતપર મચ્છુ કેન્દ્ર ખાતે 30, માળિયામાં 20, ચરાડવા કેન્દ્રમાં 20, લુણસરમાં 9, ટંકારામાં 20 અને તાલુકા હેલ્થ ઓફીસ ખાતે 32 સહિત કુલ 243 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાથી બે સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ દરમિયાન રિજેક્ટ થયા અને બાકીના તમામ એટલ કે 241 લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો વ્યક્ત કર્યો છે. રવિવારે લેવાયેલા સેમ્પલોમાં પત્રકારો, જેલનો સ્ટાફ, જેલના કેદી, સરકારી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકોના સેમ્પલનો રિપોર્ટ કોરાના નેગેટિવ આવતા તંત્રની સાથે લોકોએ પણ રાહતનો દમ લીધો છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks 

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/