મોરબી : કોરોના પોઝીટીવ દર્દીના વિસ્તારના ૧૨૩ લોકોને કરાયા હોમ કોરોનટાઇન

0
183
/

મોરબી શહેરમાં બીજો અને જીલ્લામાં ત્રીજો પોઝીટીવ કેસ આવ્યા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાકીદે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવી છે તે ઉપરાંત વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન કરી તરીકે જાહેર કરીને આરોગ્યની ટીમો દ્વારા રહીશોની તપાસણી કરવામાં આવી રહી છે.

મોરબીના વાવડી રોડ પરની સોમૈયા સોસાયટી રેવા પાર્કમાં રહેતા ૬૦ વર્ષના વૃદ્ધાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે વૃધ્ધા ગત તા. ૧૮ ના રોજ મુંબઈથી મોરબી આવ્યા હતા અને તેને હોમ કોરોનટાઈન કરવામાં આવ્યા હતા જેનો રીપોર્ટ પોઝીટીવ આવતા મોરબી જીલ્લાના આરોગ્ય અધિકારી, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ પાલિકાની ટીમ પહોંચી હતી અને વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો છે

તે ઉપરાંત આ વિસ્તારને કેંટનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે જેમાં ૨ ફ્લેટ અને ૧૦ મકાનનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ૧૨૩ લોકોને હોમ કોરોન્ટાઈલ કરવામાં આવ્યા છે તો આરોગ્ય વિભાગની ૧૦ જેટલી ટીમો રહીશોનું સર્વેક્ષણ કરશે. કોરોના પોઝીટીવ દર્દી વૃદ્ધ મહિલા અને તેના પતિ એમ બે વ્યક્તિ ઘરે રહેતા હોવાની માહિતી મળી હતી જેમાં વૃદ્ધાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેને સિવિલ હોસ્પિટલના આઈસો લેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/