મોરબીમાં રોજગાર ઇચ્છુક યુવાનો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાશે

0
127
/
ઓનલાઈન ભરતી મેળો યોજાશે

મોરબી : જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા રોજગારવાંચ્છું ઉમેદવારોને યોગ્ય રોજગારી મળે અને ઉદ્યોગગૃહોને યોગ્ય મેનપાવર મળે તે માટે જાહેર ઔદ્યોગિક ભરતીમેળાઓના આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં નોવેલ કોરોના-૧૯ વાયરસના સંક્રમણના કારણે આ કચેરી દ્વારા ઓનલાઇન ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં નોકરીદાતા દ્વારા ટેલિફોનીક/વિડીયો કોલથી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જો આ ભરતીમેળામાં સહભાગી થવા ઇચ્છતાં હોય તો https://forms.gle/XxA4U4qCuByFMDF9A સામેલ લીંક ફોર્મમાં તમારું રજિસ્ટ્રેશન કરવા જણાવવામાં આવે છે. રજિસ્ટ્રેશન થયા બાદ તમારી વિગતો સબંધિત ઉધોગગૃહોને મોકલવામાં આવશે. આ ભરતી મેળામાં જે ઉમેદવારોએ અત્રેની કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તો પણ ઉમેદવારો આ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે. આમ રોજગાર અધિકારીશ બી.ડી. જોબનપુત્રા મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/