માનવતા : હળવદમાં રુદ્ર પાર્ક સોસાયટીના રહીશો ૩ વર્ષથી શ્વાનો માટે લાડુ બનાવે છે !!

0
42
/

હળવદ:હળવદના સરા રોડ ઉપર આવેલ રુદ્ર પાર્ક સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીમાં લાડુ બનાવી મૂંગા પશુઓને ઘાસચારો અને શ્વાનોને લાડુ છેલ્લા ત્રણ વર્ષથી ખવડાવે છે, રુદ્ર પાર્ક સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીઓમાં વિવિધ વિસ્તારોમાં જઈને શ્વાનોને લાડુ તેમજ મુંગા પશુઓને ઘાસચારો ખવડાવીને સોસાયટીના રહીશો દ્વારા અનોખી સેવા કરવામાં આવી રહી છે.

રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી

મોરબી જીલ્લાના હળવદ શહેરના સરા રોડ ઉપર આવેલ રુદ્ર પાર્ક સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સોસાયટીમાં સેવાભાવી લોકો દ્વારા શ્વાન માટે રંગાડુ ‌કરી અને લાડુ બનાવીને શ્વાનોને દરરોજ લાડુ જમાડે છે અને મુંગા પશુઓને ઘાસચારો ખવડાવે છે. રુદ્રપાર્કના રહીશો દ્વારા સ્વેચ્છાએ ‌રોકડ રકમ તેમજ ઘઉ, તેલ, ગોળ સહિતની ચીજવસ્તુઓનું દાન આપે છે. છેલ્લા ત્રણ વર્ષથી લાડુ બનાવીને શ્વાનને ‌જમાડે છે તેમજ લાડુ બનાવી હળવદના વિવિધ વિસ્તારોમાં રૂબરૂ જઇને અહીંના સેવાભાવી લોકો શ્વાનોને લાડવા ખવડાવે છે તેમજ હળવદ શહેરના હાઈવે રોડ અને વિવિધ વિસ્તારોની સોસાયટીઓમાં જઈને મુંગા પશુઓને ઘાસચારો ખવડાવે છે ઉપરાંત રૂદ્ર પાકૅ સોસાયટીના રહીશો દ્વારા સેવાયજ્ઞમાં સ્વેચ્છાએ સમય ફાળવી.આ ‌વિસ્તારના રહીશો અબોલ, મૂંગા પશુઓ માટે અનોખો સેવાયજ્ઞ કરે છે. આ સેવાયજ્ઞમાં રૂદ્ર પાકૅ સોસાયટીના રહેવાસી જયંતીભાઈ એરવાડિયા, છગનભાઈ પટેલ, મનસુખભાઈ વરમોરા સહિતના રૂદ્ર પાર્ક સોસાયટીના સેવાભાવી લોકોની આ જીવદયા પ્રવૃત્તિ સમગ્ર પંથકમાં પ્રેરણાદાયી બની છે ત્યારે આ અનોખી સેવાની લોકો દ્વારા પ્રશંશા કરવામાં આવી રહી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/