મોરબી પાલિકાની ચૂંટણીને પગલે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ

0
53
/

એસપી, ડીવાયએસપી, પીઆઇ સહિતના પોલીસ કાફલાએ વિવિધ માર્ગો ઉપર કાયદો અને વ્યવસ્થાની પણ સ્થિતિનું નિરીક્ષણ કર્યું

મોરબી : હાલ મોરબી જિલ્લામાં આગામી 28 ફ્રેબ્રુઆરીએ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરઆ યોજાઈ તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સઘન પગલાંઓ લેવામાં આવ્યા છે.જેમાં આગામી ચૂંટણી સંદર્ભે મોરબીમાં પોલીસ દ્વારા આજે ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી અને એસપી, ડીવાયએસપી, પીઆઇ સહિતના પોલીસ કાફલાએ વિવિધ માર્ગો ઉપર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક્દમ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે આજે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસ કાફલાએ એ ડિવિઝન તથા બી ડિવિઝન વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી.જેમાં સામાકાંઠે આવેલ જિલ્લા પોલીસ વડાની કચેરીએથી ફ્લેગ માર્ચ નીકળ્યા બાદ મહેન્દ્રનગર થઈ શહેરના વિસ્તાર વીસીપરા, વાવડી રોડ ,સ્ટેશન રોડ, કેનાલ રોડ, રવાપર રોડ સહિતના મુખ્યમાર્ગો ઉપર ફરી હતી.આ ફ્લેગ માર્ચમાં એસપી એસ.આર.ઓડેદરા, ડીવાયએસપી રાધીકા ભારાઇ, એસઓજી, એલસીબી, એ ડિવિઝન, બી ડિવિઝનના પીઆઇ, પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો પણ જોડાયો હતો.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/