મોરબીના શનાળા ગામે કોરોના સંદર્ભે આરોગ્ય તંત્ર દ્વારા સર્વે કરાયો

0
56
/
સર્વેની કામગીરીમાં તાલુકા વિકાસ અધિકારી જોડાયા

મોરબી : મોરબીના શનાળા ગામે કોરોના સંદર્ભે આરોગ્ય તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્વેની કામગીરીમાં તાલુકા વિકાસ અધિકારી જોડાયા છે અને ગામલોકોના આરોગ્યની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.

મોરબી શહેરની એકદમ નજીક આવેલા શક્ત શનાળા ગામે છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસો વધતા હોવાથી જિલ્લા આરોગ્ય વિભાગે આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી છે. શનાળા ગામે કોરોનાનું વધુ સંક્રમણ અટકાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન પગલાં લેવામાં આવ્યા છે અને કોરોના સંદર્ભે શનાળા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા બે દિવસથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આજે ટીડીઓ અને વહીવટદાર વિપુલ જ્યોની જોડાયા હતા અને 10 થી 12 મકાનોમાં સર્વે કરવામાં આવ્યો હતો. ખાસ કરીને મોટી ઉંમરના વ્યક્તિઓ અને બાળકોની બીમારીઓ સઘન ચકાસણી કરવામાં આવે છે. જરૂર જણાય તો હોસ્પિટલમાં ખસેડવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/