મોરબી : રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ત્રિપુટી પૈકી બે આરોપીઓ ઝડપાયા

0
241
/

મોરબી : ગત તા. 11ના રોજ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પોલીસ સ્ટેશન વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનાં આરોપીઓ નિલેશભાઇ ઉર્ફે કાલી ભુપતભાઇ ગેડાણી (રહે. પોપટપરા, રાજકોટ) તથા અરવીંદભાઇ ઉર્ફે કની પોલાભાઇ કાંજીયા (રહે. નવાગામ, રાજકોટ) રીક્ષાનાં રજી. નં. GJ-03-BX-0658 સાથે કુબેર ટોકીઝ સામે સર્વીસ રોડ પાસેથી પકડાયેલ હતા.

પોલીસે બન્ને આરોપીઓની પૂછપરછ કરતા રીક્ષામાં બેસાડી લૂંટ કરવાના ગુનાની કબુલાત આપતા હોય અને પકડાયેલ બન્ને આરોપીઓ પાસેથી ગુનામાં ગયેલ રોકડા રૂપિયા 15,000 રિકવર કરી તથા ગુનામાં વાપરેલ રીક્ષા કિં.રૂ. 50,000 ગણી એમ કુલ મુદામાલ કિં.રૂ. 65,000 કબ્જે કરી મજકુર બન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે. આ કેસના અન્ય એક આરોપી ગટી રાણાભાઇ (રહે માલધારી સોસાયટી, જુના યાર્ડ પાછળ, રાજકોટ)ને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ પોલીસે પોકેટ કોપ મોબાઇલ પર સર્ચ કરતા આરોપી અરવિંદનો ગુનાહીત ઇતિહાસ જાણવા મળેલ છે.

આ કામગીરીમાં પો.હે.કો. ઇતિયાઝભાઇ જામ, પો.હે.કો. ક્રીપાલસીંહ ચાવડા, પો.હે.કો. અર્જુનસિંહ ઝાલા, પો.કો. ઋતુરાજસિંહ જાડેજા, પો.કો. દેવસીભાઇ મોરી, પો.કો. રમેશભાઇ મિયાત્રા, પો.કો. ભગીરથભાઈ લોખીલ તથા પો.કો. મુકેશભાઇ જીલરીયા વિગેરે સામેલ હતા.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/