મોરબી : શીતળા માતાના મંદિરે મહિલાઓનો સાદાય પૂર્વક ભરાતો સાતમનો મેળો

23
111
/

મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો સાથે ઉમટી પડીને ફૂલેર, શ્રીફળ ,પતાસા સહિતનો માતાજીને પ્રસાદ ચડાવીને બાળકો સહિત પરિવારના મંગલમય કલ્યાણની પ્રાર્થના કરી : બે તિથિ હોવાથી આજ અને કાલ એમ બે દિવસ સુધી શીતળા સાતમનો મેળો યોજાશે

મોરબી : મોરબીમાં આવેલા શીતળા માતાજીના મંદિરે આજે ખાસ મહિલાઓનો સાદગીપૂર્ણ શીતળા સાતમનો મેળો ભરાયો હતો.જેમાં આજ સવારથી મોટી સંખ્યામાં મહિલાઓ પોતના બાળકો સાથે માતાજીના દર્શન માટે ઉમટી પડી હતી અને માતાજીને ફૂલેર,શ્રીફળ ,પતાસા સહિતનો પ્રસાદ ચડાવીને શ્રધ્ધાભેર દર્શન કરીને પોતાના બાળકો અને પરિવારના મંગલમય કલ્યાણની પ્રાર્થના કરી હતી.જોકે આ વખતે બે તિથિ હોવાથી આજ અને કાલ એમ બે દિવસ સુધી આ શીતળા સાતમનો મેળો ભરાશે.

મોરબીમાં આવેલા શીતળા માતાજીના મંદિરે આજે શીતળા સાતમના દિવસે પરંપરાગત સદાય પૂર્વક મહિલાઓનો મેળો ભરાયો હતો. આ મેળામાં સવારથી મહિલાઓ શીતળા માતાજીના દર્શનાર્થે આ મંદિરમાં ઉમટી પડી હતી. મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પોતાના બાળકો સાથે માતાજીના દર્શનાર્થે ઉમટી પડતા આ શીતળા માતાજીના મંદિરે મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી. મહિલાઓ માતાજીને શ્રદ્ધાપૂર્વક ફૂલેર, પતાસા,શ્રીફળ, ચુંદડી સહિતની ચીજ વસ્તુઓ પ્રસાદ રૂપે અર્પણ કરીને માનેલી મતનાઓ પૂર્ણ કરી હતી.જોકે શીતળા સાતમ નિમિતે અહીં માતાના દર્શન સાથે મહિલાઓના બાળકો માટે સદાય પૂર્વક યોજાતા મેળાનું પણ ખાસ મહત્વ છે. મંદિરના પટાંગણમાં નાના ચકડોળ સહિતના મનોરંજનની સાધનોની વ્યવસ્થા હોય છે.જેમાં મહિલાઓ પોતાના બાળકોને મનભરીને મેળાની મોજ કરાવે છે.

શીતળા માતાજીના મંદિરના પુજારીએ આ મંદિરના ઇતિહાસ અને શીતળા સાતમે વર્ષોથી યોજાતા મેળાની પરંપરા વિશે જણાવ્યું હતું કે, આ શીતળા માતાજીનું મંદિર આશરે 600થી 700 વર્ષ પુરાણું છે.ખાસ કરીને તમામ ધર્મની મહિલાઓને શીતળા માતાજી પર અપાર શ્રદ્ધા હોય છે, તેનું કારણ એ છે કે,બાળકીને ઓરી અછબડા જેવી કોઇ માંદગી થઈ હોય તો શીતળા માતાજીની આસ્થા રાખવાથી બાળકોનો રોગ માતાજી મટાડે છે.જેથી મહિલાઓની દરેક મનોકામના માતાજી પૂર્ણ કરે છે. આથી મહિલાઓ અહીં આવીને માતાજીની માનેલી માનતા શ્રધ્ધાભેર પૂર્ણ કરે છે. જ્યારે વર્ષ દરમ્યાન બાળકો અમુક સમયે માદા પડે છે.આથી મહિલાઓ પોતાના બાળકોને સાજા નરવા રાખવા માટે શીતળા માતાજીની માતાના રાખે છે અને વર્ષમાં એક વાર શીતળા સાતમે માતાજીની મહિલાઓ સવિશેષ આરાધના વર્ષોથી કરતી આવતી હોય અહીં શીતળા સાતમે મહિલાઓ અહીં આવીને માતાજીના દર્શન કરીને માનતા ઉતારે છે અને શીતળા માતાજીની વાર્તા પણ અહીં સાંભળીને પૂજા અર્ચના કરે છે. જોકે આ વખતે બે તિથિ હોવાથી ઘણા લોકો આજે સાતમ મનાવે છે અને બીજા અન્ય લોકો કાલે સાતમ મનાવશે એટલે બે દિવસ સુધી અહીં મેળો રહેશે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

23 COMMENTS

Comments are closed.