મોરબી : તંત્રની મંજૂરી સાથે વણકર સમાજ સેવા સમિતિ દ્વારા ચાર યુગલના લગ્ન યોજાયા

0
104
/

મોરબી : હાલમાં લોકડાઉન 4માં તંત્રએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન, મોં પર માસ્ક અને નિશ્ચિત મહેમાનોની ઉપસ્થિતિમાં લગ્નો, સગાઈ જેવા પ્રસંગો સંપન્ન કરવાની છૂટ આપી છે. ત્યારે આજે તા. 28ના રોજ વણકર સમાજ સેવા સમિતિ દ્વારા ચાર યુગલના તંત્રની મંજૂરી લઈને લગ્ન પ્રસંગ યોજાયો હતો.

આ લગ્ન પ્રસંગમાં પ્રેમજીનગર ગામમાં રહેતા માવજીભાઈ દેવજીભાઈ મકવાણાના પુત્ર મગનભાઈ તથા વરણ બચુભાઈ કેસાભાઈની પુત્રી સંગીતા લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. તેમજ ચકમપર ગામમાં રહેતા રાજેશભાઈ શામજીભાઈ ચૌહાણનો પુત્ર ભાવેશ તથા વરણ બચુભાઈ કેસાભાઇની પુત્રી વર્ષાબેનએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. આ ઉપરાંત, અન્ય બે યુગલના પણ લગ્ન યોજાયા હતા. આ તકે ઉપસ્થિત વણકર સમાજના અગ્રણીઓએ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં લોકડાઉનના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. તેમજ મર્યાદિત સંખ્યામાં લોકોની હાજરીમાં લગ્ન સંપન્ન કરવામાં આવ્યા હતા. આ લગ્નપ્રસંગનું આયોજન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે લગ્ન કરવા ઈચ્છુક દંપતીના પરિવારજનો સમિતિના સભ્ય રામભાઈ એમ. ધાવડા મો. 98252 61546 પર સંપર્ક કરવા જણાવાયું છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/