મોરબીમાં આજે એક શંકાસ્પદ દર્દી સહિત 124 લોકોના સેમ્પલ લેવાયા

0
92
/

મોરબીના સામાંકાઠે રહેતા 52 વર્ષના પુરુષમાં શંકાસ્પદ લક્ષણો જણાતા રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ કરી સેમ્પલ લેવાયા

મોરબી : મોરબી જિલ્લામાં આજે બુધવારે વધુ એક શંકાસ્પદ દર્દી સહિત કુલ 124 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેના રિપોર્ટ કાલે ગુરુવારે આવશે.

મોરબી જિલ્લામાં માસ સેમ્પલિંગ અંતર્ગત બુધવારે મોરબી જિલ્લાની અલગ અલગ સરકારી હોસ્પિટલમાં 123 લોકોના સેમ્પલ કોરોના ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે. જ્યારે આજે રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતે દાખલ મોરબીના સામાંકાંઠેના રહેવાસી 52 વર્ષના પુરુષમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ રાજકોટ ખાતે લેવામાં આવ્યા છે. આમ આજે કોરોના ટેસ્ટ માટે મોરબી જિલ્લાના કુલ 124 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમના રિપોર્ટ કાલે ગુરુવારે આવશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/