મોરબીના રામધન આશ્રમે બીજા માળની અગાસીએ ટીટોડીએ ઈંડા મુક્યા !!

0
1
/

મોરબી : હાલ ટીટોડીના ઈંડા પરથી ચોમાસાની આગાહી થતી હોય છે. પરંપરાગત રીતે વરસાદનો અંદાજ કરવાની આ ગ્રામ્ય રીત છે. ગ્રામ્ય પંથકમાં કેહવત છે કે, ટીટોડી જેટલે વધુ ઊંચે ઈંડા મૂકે તેટલો વધુ અને સારો વરસાદ થાય. ત્યારે મોરબીમાં ટીટોડીએ બીજા માળની અગાસી પર ઈંડા મુક્યાની ઘટના બની છે.

હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ઉનાળાની ઋતુ બાદ લોકો સારા ચોમાસાની રાહ જોવે છે. લોકવાયકા મુજબ ચોમાસા અગાઉ ટીટોડી જ્યાં ઈંડા મૂકે એનાં આધારે ચોમાસુ કેવું રહેશે. તેનો વરતારો કરી શકાય છે. ત્યારે મોરબીના રામધન આશ્રમની બીજા માળની અગાસીએ ટીટોડીએ 4 ઈંડા મુક્યા છે. આ બાબતે જાણકારો કહે છે કે, ટીટોડીએ અગાસીએ ઈંડા મૂક્યા છે તો વરસાદ ખૂબ સારો આવશે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/