મોરબીના વીસીપરામાં રોડના કામ બાબતે માથાકૂટ : એટ્રોસીટીની ફરિયાદ નોંધાઈ

0
97
/

સામાપક્ષે મહિલાએ નિર્લજ્જ હુમલા અંગે પણ ફરિયાદ નોંધાવી

મોરબી : તાજેતરમા મોરબીના વીસીપરા વિસ્તારમાં બે પક્ષ વચ્ચે રોડના કામ મુદ્દે માથાકૂટ થઈ હતી.જેમાં એક પક્ષે એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.જ્યારે સામાપક્ષે મહિલાએ નિર્લજ્જ હુમલા અંગે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વિસિપરામાં આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા સમાજીક કાર્યકર મુળજીભાઈ દેવજીભાઈ (ઉ.વ.૫૩) એ આરોપીઓ સુખાભાઈ ઉર્ફે દેવજીભાઈ સોલંકી, અજાણ્યો માણસ તથા તેની પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૯ ના રોજ ફરીયાદી તેઓના કૌટુબીક સંબધી રમેશભાઈ દુદાભાઈ પરમાર સાથે પોતાની અર્ટીકા ગાડી લઈને સેવાસદન તરફ જતા હોય તે દરમ્યાન શાંતિવન સોસાયટી પ્રાથમિક શાળાની પાસે રામજીભાઈના મકાનની સામે રોડનુ કામ ચાલુ હોય જેથી તેઓએ રોડનુ કામ અટકાવતા કોંટ્રાકટર સુખાભાઈ આવ્યા હતા અને તેઓને ફરીયાદીએ કહેલ કે મારે આ રોડ બાબતે કોર્ટમા કેસ ચાલુ છે. તમે કોને પુછીને કામ કરો છો. તેવુ જણાવતા આરોપી સુખાભાઈએ બિભત્સ ગાળો બોલી ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી હતી. તે દરમ્યાન બીજા આરોપી તથા તેની પત્ની આવેલ અને ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે હડધુત પણ કર્યા હતા

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/