વાંકાનેરની આશિયાના સોસાયટીમાં ભૂતિયા નળ જોડાણ બાબતે કર્મચારીઓની હડતાળની ચીમકી

0
26
/
/
/

સોસાયટીના રહીશો કહે છે પાલિકાના કર્મચારીઓએ મહિલાઓને ગાળો ભાંડી : કર્મચારીઓ કહે છે સોસાયટીના બે રહીશે પતાવી દેવાની ધમકી આપી

વાંકાનેર : હાલ વાંકાનેરની આશિયાના સોસાયટીમા ભૂતિયા નળ જોડાણને કાપવાને લઈ બબાલ સર્જાઈ છે. બે દિવસ પૂર્વે નળ જોડાણ કાપવાના આદેશને પગલે કાર્યવાહી કરવા ગયેલા સ્ટાફને સોસાયટીના બે રહીશોએ ગાળો ભાંડી જાનથી મારી નાખવા ધમકી આપતા પાલિકાન કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરવા ચીમકી આપી પોલીસને અરજી આપી છે. તો બીજી તરફ સોસાયટીના રહીશોએ પ્રાંત અધિકારીને આવેદન પાઠવી 400 કુટુંબોને પાણીથી વંચિત રાખનાર પાલિકાના કર્મચારી વિરુદ્ધ પગલાંની માંગ ઉઠાવી છે.

વાંકાનેર શહેરની આશિયાના સોસાયટીના રહીશો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી જણાવાયું છે કે, 1980થી આશિયાના સોસાયટી અસ્તિત્વમાં છે અને અત્યાર સુધી પાણી સહિતની સુવિધાઓ મળતી હતી. પરંતુ અચાનક જ એક મહિનાથી પાણી બંધ કરી દેવાયું છે અને જન્મ મરણની નોંધ પણ પાલિકા દ્વારા કરવામાં આવતી નથી. તેવામાં પાલિકાના કર્મચારી અશોકભાઈ રાવલ તા.6 ના રોજ સોસાયટીમાં આવી મહિલાઓ સાથે અસભ્ય વર્તન કરી પાણી આપવું કે નહીં તે હું નક્કી કરું તેમ જણાવી 400 કુટુંબોને પાણીથી વંચિત રાખી રહ્યા છે.બીજી તરફ વાંકાનેર પાલિકાના વોટર વર્કસ શાખાના કર્મચારી અશોકભાઈ રાવલે ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે આશિયાના સોસાયટીના સરફરાઝ મકવાણા અને અન્ય એક વ્યક્તિએ ભૂતિયા નળ કનેક્શન કાપવા પ્રશ્ને ફરજમાં રુકાવટ કરી કચેરીમાં આવી જાનથી મારી નાખવાની ધમકી આપતા આવા તત્વો સામે રક્ષણ આપવા અને તમામ કર્મચારીઓ આ ધમકીથી ડરી ફરજ ઉપર નહિ જોડાય તેવી ચીમકી આપી પોલીસમાં અરજી કરી છે.આમ ભૂતિયા નળ જોડાણનો મામલો ગરમાયો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner