મોરબીના ગાળામાં હરિકૃપા પેપર્સ કંપનીના વીજ કનેક્શનના પોલ ત્રીજીવાર પડવા અંગે રજૂઆત

0
58
/
જાંબુડિયા ગામમાં ભારે વરસાદના લીધે પનામા કંપનીના શેડના છાપરા ઉડ્યા

મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામમાં આવેલ હરિકૃપા પેપર્સ એલ.એલ.પી.ના વીજ કનેક્શનના પોલ ત્રીજીવાર પડવા અંગે રાવ સાથે રજૂઆત રાજકોટના પી.જી.વી.સી.એલ. વિભાગને કરવામાં આવી છે.

આ લેખિત રજુઆતમાં જણાવેલ છે કે આ ફીડરની નબળી કામગીરી બાબત અનેકવાર મૌખિક તથા લેખિત રજુઆત કરેલ છે. આ ફીડરના પોલ પહેલીવાર તા. 24/06/2019, બીજીવાર તા 09/08/2019 અને ત્રીજીવાર તા. 05/06/2020 ના રોજ એમ ફીડર બન્યાના થોડા સમયમાં જ 3 વાર પોલ પડી ગયેલ છે. જે કારણ ઉત્પાદન ગતિવિધિને ભયંકર ક્ષતિ પહોંચેલ છે. આ બાબતે સંબંધિત અધિકારીને લોકડાઉન દરમિયાન અને ત્રીજીવાર પોલ પડી ગયા એ પેહલા પણ આ ફીડરના પોલ પડી જવાની ભીતિને લઇને આનું મેન્ટેનેન્સ કરવા રજુઆત કરેલ હતી.

વધુમાં, આ ફીડરમાં હજી પણ ખુબ જ જોખમી પોલ છે. તો કંપનીનો પાવર કપાઈ નહિ એ રીતે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપીને આ ફીડરને રીપેર કરાવી આપવા અપીલ કરી છે. અને જો હવે આ પરિસ્થિતિ લાંબો સમય રહી તો ઉધોગોને ટકવું મુશ્કેલ થઇ જશે. ઉધોગ બંધ કરવાની અથવા અહીંથી ઉચાળા ભરી બીજે જવાની સ્થિતિનું નિર્માણ થાય એવા સંજોગો ઉભા થયેલ છે. તાત્કાલિક અલ્ટરનેટ વ્યવસ્થા દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તથા જે ફીડરના પોલ પડી ગયા છે, તેને વ્યવસ્થિત ઉભા કરવામાં આવે તથા કામ પૂર્ણ થતા તેનું થર્ડ પાર્ટી ઇસ્પેકશન કરાવીને પાકું કરવામાં આવે કે આ ફીડરમાં ભવિષ્યમાં હવે આવો કોઇ અકસ્માત થવાની શક્યતા નહિવત છે અથવા તો કાયમી ધોરણે અન્ય ફીડરમાંથી કન્નેકશન કરી આપવામાં આવે. તેવી ફરીવાર અપીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત, મોરબી તાલુકાના જાંબુડિયા ગામમાં ગત તા. 4ના રોજ રાત્રી દરમિયાન અતિ ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે પનામા પેપર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શેડના છાપરા ઉડી ગયેલા હતા. તેમજ શેડ પડી ગયા હતા. જે બાબતે આ બનાવની જાણ કંપની દ્વારા જાંબુડિયા ગ્રામ પંચાયતને કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/