ક્યારેક રેલવે સ્ટેશનના એક ખૂણામાં બેસીને કે લોકલ ટ્રેનમાં ગીતો ગાઈને જે મળે એનાથી પોતાનું ગુજરાન ચલાવતી રાનુ મંડલનો વિડીયો વાયરલ થયા બાદ હવે તે એટલી પ્રસિદ્ધ થઇ ચુકી છે કે તેને બોલિવૂડ ફિલ્મ માટે ગીત પણ ગાઈને ડેબ્યુ પણ કરી લીધું છે. ત્યારે રાનુ મંડલના ચાહકોની સંખ્યા વધી ગઈ છે અને દરેક વ્યક્તિ તેના વિશે જાણવા ઉત્સુક છે. રાનુએ ઘણા ઇન્ટરવ્યૂ પણ આપ્યા છે, જેમાં ઘણા ખુલાસાઓ થયા છે. ત્યારે હવે રાનુના લગ્નને લઈને પણ એક ખુલાસો થયો છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાનુના બે લગ્ન થયા હતા. તેમનો પહેલો પતિ પશ્ચિમ બંગાળથી હતો, જે રાનુને કોઈ ખાસ મહત્વ આપતો ન હતો. રાનુ 20 વર્ષની ઉંમરથી જ ક્લ્બમાં ગીતો ગાતી હતી. રાનુનો અવાજ એટલો પ્રખ્યાત થઇ ગયો કે તેને સાસરાવાળાને એનાથી તકલીફ થવા લાગી. રાનુના પતિને આ બધું પસંદ ન હતું. ધીરે-ધીરે રાનુ અને તેના પતિ વચ્ચે અંતર વધતું ગયું અને આખરે પતિએ રાનુને છોડી દીધી.
આ પતિથી રાનુને એક દીકરો અને એક દીકરી છે. પોતાના લગ્ન તૂટયા બાદ રાનુ ખરાબ રીતે તૂટી ગઈ હતી અને તેને ગાવાનું બંધ કરી દીધું અને વર્ષ 2000ની આસપાસ મુંબઈ જતી રહી. અહીં આવીને તેને ફિરોઝ ખાન જેવા સુપરસ્ટારના ઘરે નોકરી મળી ગઈ. કેટલોક સમય વીત્યો અને રાનુની મુલાકાત બબલુ મંડલ સાથે થઇ. બબલુ બંગાળના જ રહેવાસી હતા અને બંનેએ લગ્ન કરી લીધા.બબલુ એક હોટલમાં કામ કરતા હતા, ત્યારે દુર્ભાગ્ય તો જુઓ કે 2003માં જ બબલુ મૃત્યુ પામ્યો. બબલુના મૃત્યુ બાદ રાનુ દુઃખી થઈને પશ્ચિમ બંગાળ પરત ફરી. અહીં તેમને જુદી-જુદી જગ્યાએ ફરીને ગાવાનું શરુ કરી દીધી. રાનુનો અવાજ એવો હતો કે લોકો તેના તરફ ખેંચાઈ આવતા. લોકો રાનુને ગીત ગાવાના બદલામાં કઈને કઈ આપતા હતા.
જણાવવામાં આવે છે લગભગ 10 વર્ષો સુધી આવું જ ચાલ્યું. પરંતુ એક દિવસ અચાનક જયારે રાનુ રાણાઘાટના એક રેલવે સ્ટેશન પર બેસીને ગાઈ રહી હતી, ત્યારે ત્યાંના જ રહેવાસી સોફ્ટવેર એન્જીનીયર અતીન્દ્ર ચક્રવર્તી પસાર થઇ રહયા હતા, અને એ રાનુનો અવાજ સાંભળીને રોકાઈ ગયો. આ અવાજ સાંભળીને તેઓ મુગ્ધ થઇ ગયા અને રાનુનો વિડીયો બનાવીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી દીધો. આ વિડીયો જોતજોતામાં વાયરલ થઇ ગયો અને રાનુ રાતો-રાત સ્ટાર બની ગઈ.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.