ત્રાસ: ઓવરલોડ ચાલતા ડમ્પર ચાલકો દ્વારા માથક રોડ પર માટીના ઢગલા

0
82
/

અવારનવાર રોડ વચ્ચે માટીના ઢગલા કરી જતાં ડમ્પર ચાલકોથી વાહન ચાલકો પરેશાન

હળવદ : હાલ કડીયાણાથી માથક જવાના રોડ ઉપર અવાર નવાર ડમ્પર ચાલકો રોડની વચ્ચોવચ્ચ સફેદ માટીના ઢગલા કરી રોડ ખરીદી લીધો હોય તેમ વર્તન કરી નાસી જતાં હોવાથી વાહનચાલકો ત્રાસી ગયા છે. તો બીજી તરફ રાત્રીના સમયે નાના-મોટા અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે જેથી ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા માંગ કરવામાં આવી છે.

હળવદ તાલુકાના કડીયાણાથી માથક ગામ સુધીના રોડ ઉપર દિવસ અને રાત સફેદ માટી ભરેલા ગેરકાયદેસર અવરલોડ ડમ્પર ચાલતા હોવાના કારણે રોડ તો સાવ તોડી જ નાખવામાં આવ્યો છે. સાથે સાથે જો ચેકિંગ હોય તો ડમ્પર ચાલકો રસ્તા વચ્ચે જ માટીના ઢગલા કરી નાસી જતાં હોય છે. જેના કારણે અહીથી પસાર થતા વાહનચાલકોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. બીજી તરફ રાત્રિના સમયે નાના-મોટા અકસ્માતના બનાવ પણ રોડ વચ્ચોવચ્ચ માટીના ઢગલા કરી દેવામાં આવ્યા હોવાથી અકસ્માતોના બનાવ બની રહ્યા છે. સાથે જ આ ડમ્પરમાંથી માટીના પોડા રોડ પર પડતા હોવાથી આ રોડ ડામરથી બનાવવામાં આવ્યું છે કે સફેદ માટીથી તે પણ કહેવું મુશ્કેલ બન્યું છે. જેથી હાલ તો આ રોડ જાણે ડમ્પર ચાલકોના બાપુજીનો હોય તેવું લાગી રહ્યું છે.માથક રોડ ઉપર ચાલતા ગેરકાયદેસર સફેદ માટીના ડમ્પરો બંધ કરાવવા માટે રણછોડ તાલુકા પંચાયતના સદસ્ય મહેશભાઈ કોપેણીયાએ માંગ કરી છે જેથી હવે જોવાનું એ રહ્યું કે આ રોડ ઉપર ચાલતા ગેરકાયદેસર ડમ્પર બંધ થાય છે કે પછી કાયમની જેમ ચાલુ જ રહે છે ?

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/