ટંકારા : જીવનમાં કઠિન પરિશ્રમ કરનાર અંગદાન વિદ્યાદાન આપનાર માતૃશક્તિનું સન્માન કરાયું

0
35
/

આંતર રાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ટંકારા દ્વારા “માતૃશક્તિ વંદના કાર્યક્રમનું” આયોજન કરવામાં આવેલ હતું 

હાલ આપણી ભારતીય સંસ્કૃતિમાં નારીશક્તિનું અનેરું અને અનોખું મહત્વ છે, વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થાય છે.એના ભાગરૂપે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ટંકારા દ્વારા “માતૃ શક્તિ વંદના કાર્યક્રમ” નું આયોજન કરેલ હતું જેમાં ડાકા અનસોયાબેન જયરાજભાઈ જેમને પેટે પાટા બાંધી ખુબજ કપરી આર્થિક પરિસ્થિતિ વચ્ચે મજુરી કામ કરી પુત્રને ઉચ્ચ અભ્યાસ કરવો જીપીએસસીની પરીક્ષા પાસ કરાવી પુત્ર હાલ ગાંધીનગર ખાતે કલાસ – 2 માં ફરજ બજાવે છે, સમજુબેન પનારા સાસુ – વહુનો સબંધ ખુબજ ચર્ચામાં હોય છે.

સાસુ વહુનો વાંક કાઢે વહુ સાસુનો પણ અહીં સમજુબેન ખરેખર સાચા અર્થમાં “સમજુ” છે પોતાની પુત્રવધુ રિયાબેનને કિડની ડોનેટ કરી નવજીવન આપ્યું અને સાચા અર્થમાં સાસુ નહિ પણ સગી માં જેવું કાર્ય કર્યું છે, ગોમતીબેન રવજીભાઈ ફેફર માતા ફક્ત સંતાનને જન્મ આપીને સંતોષ નથી માનતી પણ જીવન પર્યન્ત દાયિત્વ નિભાવે છે,જીવનભર સંતાનની ખેવના કરે છે એમ ગોમતીબેને પોતાના પુત્ર સુરેશભાઈને કિડની અર્પણ કરી નવજીવન બક્ષ્યું છે, જયશ્રીબેન ભરતભાઈ રાજકોટિયા જેમને લોકડાઉન દરમ્યાન શાળા અન અધ્યયન હોય ઓનલાઈન વીડિયો બનાવી બાળકોને વાર્તા સ્વરૂપે જ્ઞાન પિરસ્યું અને પોતાની નિષ્ઠાપૂર્વકની કામગીરીના કારણે લખધીરનગર ગામના બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવેલ છે, ધનલક્ષ્મી ઠાકર નિવૃત્ત થયા બાદ પણ પ્રવૃત રહ્યા ગરીબ બાળકોને પોતાના ઘરે બોલાવી વિનામૂલ્યે શિક્ષણ આપે છે,પ્રભાબેન મનીપરા વહેલી સવારે પાંચ વાગ્યે ઉઠી આરતી ભક્તિફેરી કરવી ઘરે ઘરે જઈ વિનામૂલ્યે યજ્ઞ કરાવવા,સામાજિક સેવામાં યોગદાન આપનાર અંગદાન અને વિદ્યાદાન આપપીને અન્ય માટે પ્રેરણારૂપ બનેલ માતૃ શક્તિને સન્માનપત્ર અને પુસ્તક આપી સન્માનિત કરાયા હતા,આ કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ટંકારા ટીમે ખુબજ જહેમત ઉઠાવેલ હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/