ટંકારા : હાલ ઠંડીની સીઝન શરૂ થતાં જ તસ્કરોની પ્રવૃત્તિમાં ગરમાવો આવ્યો છે. શિયાળાની ઠંડી મોસમમાં ઢબુરાઈને સુતેલા નાગરિકોની નિંદ્રામાં ખલેલ પાડ્યા વિના તસ્કરોએ નિશાચર પ્રવૃત્તિ શરૂ કરી હોવાનો એક બનાવ ટંકારામાં સામે આવ્યો છે.
ટંકારામાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા પંકજભાઈ લુહારના રહેણાંક મકાનમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. બે માળનું મકાન ધરાવતા ઘરધણી નીચેનો માળ બંધ કરી ઉપરના માળે નિંદ્રાધીન હતા ત્યારે રાત્રીના કોઈપણ સમયે તસ્કરોએ નીચેના માળે મુખ્ય દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરવખરી વેરવિખેર કરી કબાટમાં રહેલી રોકડ રકમ તસ્કરો ઉસેટી ગયા હતા. કુલ કેટલી રકમની ચોરી થઈ છે એ હજુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું નથી. સવારે ઘરધણીને ચોરી થઈ હોવાનું ધ્યાને આવતા ટંકારા પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી પંચનામુ કરી તસ્કરોનો સગડ મેળવવાના પ્રયાસોમાં લાગી છે. પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાઓ વચ્ચે ટંકારાની સોસાયટી વિસ્તારમાં તસ્કરોના પગરણ થતા લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ પણ શરૂ થઈ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide