મોરબીમાં આવેલ જળ હોનારતને આજે 40 વર્ષ પુરા

0
290
/

મોરબીમાં હાલમાં પડેલા વરસાદથી ભરાયેલા પાણીથી મચ્છુ જળ હોનારતની યાદ તાજા થઇ ગઈ : 40 વર્ષ પેહલા તો મચ્છુના પૂરે થોડી વારમાં ભારે તબાહી કરતા હજારો માણસો અને અબોલ પશુઓ મોતને ભેટ્યા : સેંકડો મકાનો અને ઇમારતો તથા ઉધોગ ધંધાને ગંજાવર નુકશાન થયું : ભયાનકતા અને બિહામણી સ્મૃતિઓ છોડી જનાર મચ્છુ જળ હોનારતની દુર્ઘટનાની રવિવારે 40મી વરસીએ આસુના પુર વહેશે : નગરપાલિકા દ્વારા મૌનરેલી કાઢીને દિવગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરાશે

મોરબી : મોરબીમાં 10 ઓગસ્ટના રોજ પડેલા વરસાદથી મોરબી શહેરમાં ભરાયેલા પાણીથી અત્યારની પેઢીના લોકોને આ પાણી પણ પૂર સમાન લાગ્યા હશે. પરંતુ ગઈકાલનો વરસાદ અને ભરાયેલા પાણી જોઈને જૂની પેઢીના લોકોને આજથી 40 વર્ષ પેહલા મોરબીમાં આવેલા જળ હોનારતની યાદ અને એ ભયાનક દ્રશ્યો તાજા થઇ ગયા હશે. ત્યારે આજથી 40 વર્ષ પહેલાના જળ પ્રલયની વાત કરીએ તો મોરબી શહેરના ઇતિહાસમાં સૌથી વધુ કાળો ઇતિહાસ તરીકે ઓળખાતી અને વિશ્વની સૌથી મોટી જળપ્રલય ઘટના પૈકીની એક 11 ઓગસ્ટ 1979ની મરછુ જળપ્રલય દુર્ઘટનાએ આજથી 40 વર્ષ પહેલાં મોરબીને આંખના પલકારામાં સ્મશાન ભૂમિ બનાવીને ભારે વિનાશ લીલા કરી હતી. હજારો લોકોને મરછુના પુરે મોતની આગોશમાં સમાવી લીધા હતા. સેંકડો પશુઓ પુરમાં તણાઈને મોતને ભેટ્યા હતા.અનેક મકાનો તથા ઇમારતો ધરાશયી થઇ હતી. ચારેકોર લટકતી માનવ તથા પશુઓની લાશ, સ્વજનોની યાદમાં ચોધાર આંસુએ રડતા આપ્તજનો તથા મૃત્યુ પામેલી માતા પાછળ રુદન કરતા બાળકોની ચિચિયારીઓથી મોરબી ખોફનાક સન્નાટાનું શહેર બની ગયું હતું. ત્યારે આ મચ્છુ જળ હોનારતની દુર્ઘટનાની પરમ દિવસે રવિવારે 40મી વરસીએ આસુંના પુર વહેશે અને નગરપાલિકા દ્વારા મૌન રેલી કાઢીને હોનારતના દિવગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરશે.

11 ઓગસ્ટ 1979ના દિવસની વાત કરીએ તો તે દિવસે મોરબીમાં સામાન્ય જનજીવન હતું, પરંતુ ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મરછુ-2 ડેમ તૂટવા ની સાથેજ મોરબીમાં મોતનું તાંડવ થયું હતું. મરછુ ડેમના રાક્ષસી કાળના પાણીના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટક્યા હતા. એ સાથે મોરબી તબાહ થઇ ગયું હતું. ઘણા લોકોને તો બચવાની તક મળી ન હતી.મકાનો, મોટી મોટી ઈમારતોને મરછુના પુરે એક જાટકે તહસ નહસ કરી દીધા હતા. જીવ બચાવવા ભાગતા હજારો લોકોને પણ મરછુના પુરે સદાય માટે મોતની આગોશમાં સમાવી લીધા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે બચી ગયેલા લોકોને ઉંચાઈ વળી જગ્યાએ પહોંચ્યા ત્યાં પણ ,મરછુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતા સ્થળાંતરિત અનેક લોકો પરિવાર સમેત મોતને ભેટ્યા હતા.

મોરબીના ઈતિહાસમાં સૌથી વધુ કરૂણ કહી શકાય તેવી આ ઘટનાની ભયાનકતા અને તબાહીની કલ્પના કરતા જ પણ ધ્રુજી ઉઠાય છે. પરંતુ એ દિવસે મચ્છુએ જે વિનાશ વર્ષો તેના લાચારી અને ભયાનકતાના દ્રશ્યો ભલભલાને કમકમાટી ઉપજાવી હતી. સેંકડો માનવ મૃત દેહો, વીજળીના તાર ઉપર લટકતી માનવ લાશો, હજારો જાનવરોના કોહવાય ગયેલા મૃત દેહો, ધ્વસ્ત થયેલા હજારો મકાનો, સ્વજનો તથા પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબી વાસીઓની આંખમાં ડોકાતો ભય, નજર સામેથી ન હટતા પ્રલયના બિહામણા દ્રશ્યો, ડૂબી ગયેલા અને દબાઈને દટાઈ ગયેલા પરિવારજનોને બચાવવા માટેની આખરી ક્ષણની ચીયારીઓના દર્દનાક આવાજોથી મોરબી એક ખોફનાક સન્નાટાનું શહેર બનીને રહી ગયું છે. મચ્છુ જળ હોનારતમાં હજારો લોકો તથા પશુના મોત થયા હતા, તેમજ સેંકડો ઝુંપડા મકાનો અને મોટી ઇમારતો નાશ પામી હતી. આ જળપ્રલય દુર્ઘટનાની રવિવારે 40મી વરસી છે ત્યારે હોનારતમાં નજર સામે ગુમાવેલા સ્વજનોની ભયાનક ક્ષણ યાદ આવતા અસરગ્રસ્તોની આંખ માંથી ભય સાથે લાચારીના પૂર વહે છે. આ દિવસે નગરપાલિકા દ્વારા મૌનરેલી કાઢવામાં આવે છે. મૌનરેલી કાઢીને મણિમંદિર પાસેના દિવગંતોના સ્મૃતિ સ્તંભને પુષ્પાંજલિ કરી બે મિનિટ મૌન પાળીને સમગ્ર શહેરીજનોને શ્રદ્ધાંજલી આપે છે. હોનારત સમયે 11 સાયરન વગાડાય છે. જોકે,જળહોનારતની ઘટના બાદ મોરબીને બેઠું કરવા એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઇ જસભાઈ પટેલે મોરબીમાં સચિવાલય બનાવીને પૂરગ્રસ્તો માટે અસરકારક કામગીરી કરી હતી.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/