વાંકાનેર: સીરામીક ફેકટરીમાં અકસ્માતે તરુણનો હાથ કપાયો : ફેકટરીના માલિક સામે ગુનો નોંધાયો

0
199
/
18થી નીચેની ઉંમરના તરુણને કામે રાખી જોખમી કામ કરાવવા બદલ શ્રમ આયોગે કારખાનેદાર સામે ફરિયાદ નોંધાવી

વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવેલી સીરામીક ફેકટરીમાં મશીન પર કામ કરતી વખતે તરુણનો હાથ કપાઈ ગયો હતો. આથી શ્રમ અયોગે ફેકટરીના માલિક સામે 18 વર્ષથી નીચેના તરુણને મજરી કામે રાખી જોખમી કામ કરાવતા આ ઘટના બની હોવાની ફરિયાદ નોંધાવી છે. શ્રમ અયોગની ફરિયાદ પરથી વાંકાનેર પોલીસે એ ફેકટરીના માલિક સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મદદનીશ શ્રમ આયુકતની કચેરી મોરબીના શ્રમ અધિકારી એમ.એમ.હિરાણીએ માટેલ રોડ ઉપર આવેલ ક્રેવીટા ગ્રેનાઈટો પ્રા.લી.ના માલિક હરેશભાઇ રામજીભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓએ પોતાની ફેકટરી જોખમી ઉધોગ યાદીમાં આવતા હોવા છતા 18 વર્ષથી નીચેના એક તરુણને મજૂરી કામે રાખી તેની પાસે જોખમી કામ કરાવતા તરૂણ શ્રમયોગીનો હાથ ફેકટરીના મશીનમાં આવી જતા કપાઇ ગયો હતો. આ બનાવની ફરિયાદના આધારે વાંકાનેર પોલીસે બાળ મજુર પ્રતિબંધ નિયમ અધિનીયમ હેઠળ ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/