વાંકાનેરમાં પણ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો : દાણાપીઠ, ગ્રીનચોકમાં દુકાનો બંધ, મેઈન બજાર ખુલ્લી

0
26
/

વાંકાનેર : આજે વાંકાનેરમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જેમાં વાંકાનેરની દાણાપીઠ અને ગ્રીનચોકમાં દુકાનો બંધ રહી હતી. જ્યારે વાંકાનેર મેઈન બજાર ખુલ્લી જોવા મળી હતી. એકંદરે વાંકાનેર પોલીસના સવારથી ઠેરઠેર ચાંપતો બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.

આજે વાંકાનેર શહેર અને તાલુકામાં આજે બંધના એલાનને પગલે સવારથી જ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.વાંકાનેરમાં બંધની મિશ્ર અસર જોવા મળી હતી.જેમાં વાંકાનેરની દાણાપીઠ તેમજ ગ્રીનચોક બજારોની દુકાનો બંધ રહી હતી.જ્યારે વાંકાનેરની મેઈન બજારો એકદમ ખુલ્લી રહી છે. આ મેઈન બજારો રાબેતા મુજબ ચાલુ રહી છે.વાંકાનેરની બજારો સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીગ કરવામાં આવી રહ્યું છે.પોલીસના સઘન પેટ્રોલીગ વચ્ચે એકદમ શાંતિપૂર્વક માહોલ રહ્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/