WhatsApp માં હવે આવ્યું ફિંગરપ્રિન્ટ લોક, જાણો માહિતી કઈ રીતે સેટ કરવાનું

51
305
/

ફેસબૂકની માલિકીવાળા મલ્ટીમીડિયા મેસેન્જર એપ્લિકેશન વોટ્સએપ પર સતત કોઈને કોઈ નવા ફીચર આવતા જ રહેતા હોય છે. ત્યારે હવે વોટ્સએપ પોતાના યુઝર્સની સિક્યોરિટી માટે એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે.

આજકાલ વોટ્સએપ લોકોના જીવનનું એક મહત્વનું અંગ બની ગયું છે. વોટ્સએપ દ્વારા લોકો એકબીજા સાથે કનેક્ટેડ રહે છે. જેના કારણે જ આજે વોટ્સએપ એક મહત્વની મેસેજિંગ એપ્લિકેશન બની ગયું છે. વોટ્સએપ પોતાના યુઝર્સની સિક્યોરિટી માટે બીટા વર્ઝન પર નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. હાલમાં જ આવેલા એક રિપોર્ટ અનુસાર, કંપનીએ વોટ્સએપની સિક્યોરિટી માટે ફિંગરપ્રિન્ટ સેન્સરનો સપોર્ટ આપવાની તૈયારી કરી રહ્યું છે.સરળ ભાષામાં કહીએ તો વોટ્સએપને ખોલવા માટે ફિંગરલોક લગાવી શકશો. એટલે કે ભલે તમારો ફોન કોઈના પણ હાથમાં હોય, પણ એ લોકો તમારું વોટ્સઅપ ખોલી શકશે નહિ. કારણ કે વોટ્સએપને ખોલવા માટે એ વ્યક્તિને તમે ફિંગરપ્રિન્ટની જરૂર પડશે. જો કે વોટ્સએપ પર આવતો કોલ તમે લોક ખોલ્યા વિના રિસિવ કરી શકશો.

નવી અપડેટમાં આ ફીચર પણ સામેલ છે કે તમે જાતે જ નક્કી કરશો કે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે તમારું વોટ્સએપ કેટલીવાર બાદ લોક થશે. જેમાં તમને 3 વિકલ્પ મળશે, જેમાં તરત લોક, એક મિનિટ પછી લોક અને 30 મિનિટ બાદ લોક જેવા વિકલ્પો મળશે.

જો કે ફિંગરપ્રિન્ટ લોકનું આ વર્ઝન બધા માટે ક્યારે શરુ થશે એ વિશે કોઈ જ માહિતી નથી, પણ વોટ્સએપનું આ ફીચર એન્ડ્રોઇડના બીટા વર્ઝન 2.19.221 પર જોવા મળે છે. નવી અપડેટ બાદ વોટ્સએપ એપને ઓપન કરવા માટે યુઝર્સને ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવો પડશે. જો કે પહેલા તમારે સેટિંગ્સમાં જઈને આ ફીચરને એક્ટિવ કરવું પડશે.

જો તમે બીટા યુઝર નથી તો સૌથી પહેલા પ્લેસ્ટોરમાં જઈને વોટ્સએપ સર્ચ કરો. એ પછી નીચે એક વિકલ્પ જોવા મળશે, ‘Become a beta Tester’ જેમાં તમને ‘I’am in’ વિકલ્પ જોવા મળશે, જેના પાર ટેપ કરીને join પર ક્લિક કરો. એ પછી બીટા યુઝર બનવા માટે કન્ફર્મેશન આપો. બીટા યુઝર બન્યા બાદ વોટ્સએપ ખોલો. જેમાં તમે મેનુમાં જઈને સેટિંગ્સ પર જાઓ. આ પછી એકાઉન્ટ પર જાઓ અને એમાં પ્રાઇવસીમાં જઈને સ્ક્રોલ કરો. સૌથી છેલ્લે બ્લોક્ડ કોન્ટેક્ટ્સની નીચે ફિંગરપ્રિન્ટ લોકનો વિકલ્પ મળશે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.