મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં સાપ નીકળતા અફરાતફરી સર્જાઈ

0
187
/

 મોરબીના મહિલા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડ પાસે એક સાપ ઓચિંતો આવી ચડતા અફરાતફરી સર્જાઈ હતી અને અંતે મોરબીના સેવાભાવી યુવાને આવીને સાપને પકડી સલામત સ્થળે છોડતા આખરે પોલીસ મથકના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સબ જેલ પાસે આવેલ મહિલા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં રાત્રીના એક સાપ અચાનક આવી જતા પોલીસ મથકના સ્ટાફમાં ભય છવાયો હતો અને સાપ પકડવાના જાણકાર એવા કૌશિક પટેલ ઉર્ફે સીટી નામના યુવાનને જાણ કરી હતી અને તુરંત યુવાન મહિલા પોલીસ મથકે પહોંચ્યો હતો અને સાપને પકડવાની યોગ્ય પદ્ધતિથી યુવાન વાકેફ હોય જેથી સાપને પકડીને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો જોકે સાપને પકડવામાં જેટલો સમય લાગ્યો તે દરમિયાન મહિલા પોલીસ મથકના સ્ટાફના લોકોના જીવ તાળવે ચોટયા હતા

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/