મોરબી: એલીસ વિટ્રીફાઇડ પ્રા.લીમાં વહેલી સવારે આગમાં લાખોનું નુકશાન

38
202
/

પેનલ બોર્ડમાં લાગેલી આગથી લાખોનું નુકશાન.સદનસીબે જાનહાની નથી

મોરબી: લખધીરપુર રોડ પર લાલપરથી આગળ કેનાલના કાંઠે આવેલા એલિસ વિટ્રીફાઇડ પ્રા. લી. નામના સીરામીક કારખાનામાં આજે બુધવારે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી. કારખાનાના પેનલબોર્ડમાં લાગેલી આગ જોતજોતામાં અન્યત્ર પ્રસરી હતી. જેના કારણે કારખાનની પેનલ બોર્ડની આસપાસનો વિસ્તાર પણ આગની ઝપટે ચડ્યો હતો. ફાયરબ્રિગેડને જાણ થતાં ફાયરમેન વિનયભાઈ ભટ્ટ સહિતની ટિમ આગ બુજાવવા પહોંચી હતી. સવારે આઠ વાગ્યાની આસપાસ આ ટીમ આગ બુઝાવવામાં કામિયાબ થઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી પણ શોટસર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.