રાજકોટના અગ્નિકાંડ બાદ પોલીસ કમિશનર-મ્યુનિસિપલ કમિશનરની બદલી

0
1
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] રાજકોટ : હાલ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હાઇકોર્ટની આકરી ફટકાર બાદ ગુજરાત સરકારે ધડાધડ પગલાં લેવા શરૂ કરી સવારે સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ પોલીસ કમિશનર-મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી નાખી છે.

ગુજરાત સરકાર દ્વારા રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરી તેમના સ્થાને બ્રિજેશ ઝા ને મુકવામાં આવ્યા છે. સાથે જ અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને DCP સુધીર દેસાઈની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. અને હાલ આ ત્રણેયની પોસ્ટીંગ બાકી છે. સાથે જ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની પણ બદલી કરવામાં આવી છે.

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ખાતે થયેલ અગ્નિકાંડની દુર્ઘટનામાં 30થી વધુ લોકોના જીવતા ભુંજાયા છે. રાજકોટમાં 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ રાજ્ય સરકાર પગલા લેવા માટે મક્કમ છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર તરીકે મહેન્દ્ર બગડીયા અને ડી.સી.પી. તરીકે જગદીશ બંગરવાની નિમણુંક કરવામાં આવી છે સાથે જ મ્યુનિસિપલ કમિશનર તરીકે ઔડાના સીઈઓ ડી.પી.દેસાઈની નિમણુંક કરવામાં આવી છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/