મોરબીમાં વેપારીને વ્યાજના નાણાની ઉઘરાણી મામલે ખૂન ની ધમકી

0
162
/

મોરબી: તાજેતરમા રૂ. 20 લાખ વ્યાજે આપીને ધાક ધમકી તથા માર મારી પઠાણી ઉઘરાણી કરતા શખ્સ સામે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબીમાં અવની ચોકડી પાસે રેહતા વેપારી હિતેશકુમાર કેશવજીભાઇ કામરીયા ઉ.વ. ૩૫ એ તાલુકા પોલીસ મથકે રામભાઇ આહીર રહે. નાગડાવાસવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેઓ પાસેથી રૂ.20 લાખ 6 ટકા વ્યાજે રકમ લીધી હતી. ચાલુ માસના વ્યાજની રકમ નહી આપતા ઓફીસે ફોન બોલાવી ગાળો આપી શર્ટ પકડી બે ત્રણ ઝાપટો મારી પૈસા નહી આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અગેની વધુ  કાયદાકીય તપાસ પી.એસ.આઈ આર.એ જાડેજા ચલાવી રહ્યા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/