મોરબીમાં સોનાના દાગીના તફડાવી જનારો ચિટર ઝડપાયો

24
275
/

દાગીના માતા-પિતાને બતાવવા જવું છે કહી ચિટિંગ કરનાર અઠંગ ચિટર એલસીબીની ઝપટે

મોરબી : મારે સોનાના દાગીના ખરીદવા છે પરંતુ માતા – પિતાને બતાવવા પડશે જેથી ઘરે જોવા લઈ જવા દો કહી જવેલર્સને ભોળવી લઈ રૂપિયા ૧.૩૬ લાખના દાગીના તફડાવી જનાર ચિટરને ઝડપી લેવામાં એલસીબીને સફળતા મળી છે, એલસીબી ટીમે અઠંગ ચિટરને ઝડપી લઈ ૧૦૦ ટકા મુદામાલ પણ રિકવર કર્યો છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ”શ્રીજી જવેલર્સ” નામના શો-રૂમમાંથી સોનાનું બ્રેસલેટ, બંગડી, મંગલ સુત્ર વિગેરે મળી કુલ કિં.રૂ.૧,૩૬,૦૦૦ નો મુદ્દામાલ આરોપી જીતુભાઇ મનસુખભાઇ જાકાસણીયા રહે.જેતપર તા.જી.મોરબીવાળો પોતાના માતા-પિતાને બતાવવા જવાનું બહાનું બતાવી લઇ જઇ પરત નહી આપી નાશી જતા આ મામલે ફરિયાદ નોંધાઇ હતી જે અંગે પોલીસે ફરીયાદી સાથે ઠગાઇ અને વિશ્વાસઘાત કરતા મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં.૧૮/૨૦૧૯ આઇ.પી.સી.કલમ ૪૦૬, ૪૨૦ મુજબનો ગુનો રજીસ્ટર કર્યો હતો અને આ મામલે એલસીબી દ્વારા બાતમીદારોને કામે લગાડવામાં આવ્યા હતા.

દરમિયાન ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસ અને તેમની ટીમે આ ગુન્હાના કામે આરોપી જીતેન્દ્ર મનસુખભાઇ જાકાસણીયા રહે. જેતપર તા.જી.મોરબી હાલ રહે.રતનપર ગામે તા.જી.રાજકોટ વાળાને ઝડપી લઈ તેની પાસેથી ગુનામાં ગયેલ સોનાનું બ્રેસલેટ, બંગડી, મંગલ સુત્ર વિગેરે દાગીના મળી કુલ કિં.રૂ.૧,૩૬,૦૦૦/-નો (૧૦૦%) મુદ્દામાલ રીકવર કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી જીતેન્દ્ર જવેલર્સની દુકાને જઇ વેપારીને સોનાના દાગીના ખરીદવા માટે પોતાના માતા – પિતાને બતાવવા જવાનું બહાનું આપી લઇ જઇ ગુનો આચરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે અને આ અગાઉ મોરબી જીલ્લામાં સીરામીક ચીટીંગના તથા જુગારના ગુનામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે.

પોલીસની આ સફળ કામગીરી ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસ, હેડ કોન્સ્ટબલ સંજયભાઇ પટેલ, સંજયભાઇ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ બોરાણા વગેરે દ્વારા કરવા આવી હતી

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

24 COMMENTS

Comments are closed.