રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એસ.ટી.રાત્રે ૧૦ વાગ્યે ઉપડશે

41
196
/

સાંસદ મોહનભાઈ કુંડારિયા અને રાજકોટના મેયર બીનાબેન આચાર્યના વરદ હસ્તે એસી સ્લીપર બસનું લોકાર્પણ: ભાડુ રૂ.૬૫૪

વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાત્રિકોમાં માંગ થઈ રહી હતી જેના પગલે રાજકોટ એસ.ટી.ડિવીઝન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે એસી સ્લીપર બસ આજથી શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. આજે શાસ્ત્રીમેદાન ખાતેના હંગામી બસ સ્ટેન્ડમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા અને રાજકોટના મેયર બીનાબેન આચાર્યના વરદ હસ્તે આ એસસી સ્લીપર બસનું લોકાર્પણ કરીને લીલીઝંડી આપવામાં આવી હતી. આ બસનો સમય રાજકોટથી રાત્રે ૧૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૬:૩૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી વાયા નડીયાદ, આણંદ અને વડોદરા થઈને પહોંચશે. રાજકોટથી બરોડાનું આ બસનું ભાડુ રૂ.૫૦૨ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના રૂ.૬૫૪ રાખવામાં આવ્યું છે.

કેવડીયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નિહાળવા સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજકોટ સહિત રાજયભરમાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. સૌરાષ્ટ્રભરમાંથી મુસાફરોના ટ્રાફિકને ધ્યાનમાં લઈને હવે રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એસ.ટી.બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. એસ.ટી.નિગમ તરફથી રાજકોટ ડિવીઝનને નવી ૭ બસ ફાળવવામાં આવતા તે પૈકી ૩ વોલ્વ ભુજ રૂટ ઉપર દોડાવવામાં આવશે. તેમજ રાજકોટથી ભુજ વચ્ચે હવે કુલ ૧૨ ટ્રીપ દોડાવવામાં આવશે. એસ.ટી.બસો અત્યાર સુધી નર્મદા જિલ્લાના કેવડીયા સુધી જ જતી હતી પરંતુ આજથી શરૂ થનારી સ્લીપર બસ ઠેક સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યાત્રિકોને લઈ જશે અને તરત ત્યાંથી ઉપડશે

આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

41 COMMENTS

Comments are closed.