હળવદ : શ્વાનોને રોટલા ખવડાવી પુણ્યનું ભાથું બાંધતુ પાંજરાપોળ

0
29
/
ત્રણ વર્ષથી દરરોજ ૬૦૦ થી વધુ રોટલા બનાવની શ્વાનોને ખવડાવે છે
બિસ્કિટ, લાડુ કરતા રોટલા શ્વાનોને કાયમ હેલ્ધી રાખે છે

હળવદ : માણસ માટે શ્વાન સૌથી વધુ વફાદાર પ્રાણી છે. અમુક હડકાયા કુતરાને બાદ કરતાં મોટાભાગના શેરી ગલીમાં રખડતા શ્વાનો આપણું સદાય રક્ષણ કરે છે પણ આપણે શ્વાનો સાથે કેવું વર્તન કરીએ છીએ? હાલમાં પરિસ્થિતિ એવી છે કે કૂતરું કોઈપણ ઘરમાં આંગણે ગયું હોય તો તેને બટકું રોટલાને બદલે મોટાભાગે જાકારો જ મળે છે. જોકે આ બધું પામેરિયન ડોગની અતિશય ઘેલછાને કારણે થયું છે. ભૂતકાળમાં આપણા પૂર્વજો શ્વાનોનું કાળજીપૂર્વક જતન કરતા હતા. આ સેવા ભાવનાની જ્યોતને હળવદના પાંજરાપોળે અખંડિત રાખી છે. જેમાં હળવદ પાંજરાપોળ છેલ્લા ત્રણ વર્ષથી શ્વાનો માટે સેવાયજ્ઞ ચલાવે છે.

હળવદનું પાંજરાપોળ શ્વાનો માટે વરદાનરૂપ સાબિત થયું છે. આ સંસ્થા શ્વાનોનું કાળજીપૂર્વક જતન કરવા માટે ત્રણ વર્ષથી ખાસ સેવાયજ્ઞ હાથ ધર્યો છે. જો કે હાલમાં શેરી ગલીમાં રખડતા ભટકતા શ્વાનોને રોટલો નાખવાનું વિસરાઈ ગયું છે. મોટાભાગના લોકો શ્વાનોને બિસ્કિટ કે લાડુ જેવી ગળચટાક વસ્તુઓ ખવડાવે છે. જેથી, શ્વાનો પણ રોટલો ખાવાનું ભૂલી ગયા છે. પણ આ બીસ્ટિક અને લાડુ જેવી ગળચટાક વસ્તુઓ શ્વાનોના આરોગ્ય માટે જોખમી છે. કારણ કે આ વસ્તુઓ ખાવાથી શ્વાનોની રૂંવાટી ઉતરી જાય છે અને રોગ પણ થઈ શકે છે. ત્યારે શ્વાનોની હેલ્ધ માટે રોટલો જ શ્રેષ્ઠ છે. આથી, હળવદના પાંજરાપોળે આ દિશામાં પહેલ કરી હતી.

આ અંગે પાંજરાપોળના સંચાલક નિલેયભાઈ જણાવે છે કે ત્રણ વર્ષ પહેલાં શરૂઆતમાં ઓછા રોટલા બનાવવાનું શરૂ કર્યું હતું અને શ્વાનોને રોટલો નાખતા જુદા-જુદા વિસ્તારમાં રહેતા જીવદયા પ્રેમીઓનો સંપર્ક સાધ્યો હતો. દરરોજ પાંજરાપોળ દ્વારા રોટલા બનાવીને જીવદયા પ્રેમીઓને આપવામાં આવતા હતા અને આ જીવદયાપ્રેમીઓ અલગ અલગ વિસ્તારમાં જઈને નિયમિત શ્વાનોને રોટલા ખવડાવે છે. ત્રણ વર્ષથી આ સેવાયજ્ઞ ચાલે છે. હવે દરરોજ ૬૦૦ થી ૬૫૦ રોટલા બનાવીને શ્વાનોને ખવડવાય છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/