હળવદના રાણેકપરમાં રેશનિંગની દુકાનનો પરવાનો રદ્દ કરવાની માંગ ઉઠાવતા ગ્રામજનો

0
18
/

પરવાનેદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ ગ્રામજનોએ મક્કમતાથી પરવાનો જ રદ કરી દેવાની માંગ ઉઠાવી બીજા દિવસે પણ ધરણા યથાવત રાખ્યા

હળવદ: હળવદ તાલુકાના રાણેપર ગામે આવેલ સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર ગામ લોકોને ઓછું અનાજ આપી બારોબાર અનાજ વેચી નાખવાનું કૌભાંડ કરતો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા હતા સાથે જ આ પરવાનેદારને કાયમી ધોરણે હટાવવાની માંગ સાથે ગત 21 તારીખના રોજ ગ્રામજનો દ્વારા રાણેપર ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનને તાળાબંધી કરવામાં આવી છે અને તેને હટાવવાની માંગ સાથે ગઈકાલથી ગામલોકો પ્રતીક ધરણાં પર ઉતરી ગયા છે જોકે ગઈકાલે તંત્ર દ્વારા આ પરવાનેદારને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે જો કે તે ગ્રામજનોને તે મંજૂર નથી અને માંગ કરી રહ્યા છે કે તેને સસ્પેન્ડ નહીં પરંતુ કાયમી ધોરણે હટાવવામાં આવે. જેથી આજે બીજા દિવસે પણ ગ્રામજનોએ પોતાના પ્રતિક ધરણા યથાવત રાખ્યા છે

હળવદ તાલુકાના રાણેપર ગામે આવેલ સસ્તા અનાજની દુકાનનો પરવાનેદાર ગ્રામજનોને પાછલા વીસેક વર્ષથી ઓછું અનાજ આપી તેમજ કેટલાક ગામ લોકોના રેશનકાર્ડમાંથી નામ કાઢી નાંખ્યા હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે જેને લઇ ત્રણ માસ અગાઉ ગ્રામજનો દ્વારા લાગતા વળગતાઓને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી. જોકે તે સમયે ગામ લોકોનો રોષ પારખી તંત્ર દ્વારા ત્રણ મહિના માટે અન્ય બીજા એક પરવાનેદારની નિમણૂક કરવામાં આવી હતી. જોકે ત્રણ માસ પૂર્ણ થતાં જ રાણેપરના પરવાનેદાર છે તે જ દુકાન ખોલતાં ગ્રામજનો રોષે ભરાયા હતા અને 21 તારીખના રોજ સસ્તા અનાજની દુકાનોને તાળાબંધી કરી સરકાર દ્વારા અપાતો રાસનનો જથ્થો આ પરવાનેદાર બદલાય નહીં ત્યાં સુધી નહીં લેવા ગ્રામજનોએ જણાવ્યું હતું સાથે પોતાની માંગ સાથે ગ્રામજનો ગઈકાલથી પ્રતિક ધરણા પર ઉતર્યા છે

જો કે તંત્ર દ્વારા રાણેપરની સસ્તા અનાજના દુકાનદારને સસ્પેન્ડ કરાતા આ વિવાદનો અંત આવશે તેવું જણાઈ રહ્યું હતું પરંતુ ગ્રામજનો પોતાની માંગ સાથે મક્કમ છે અને જણાવી રહ્યા છે કે સસ્પેન્ડ નહીં પરંતુ આ પરવાનેદારની કાયમી માટે હકાલપટ્ટી કરવામાં આવે અને અન્ય કોઈ વ્યક્તિની નિમણૂંક કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જેને લઈને આજે સતત બીજા દિવસે પણ ગામના સરપંચ સહિત ગામના દરેક ઘરમાં એક વ્યક્તિ આજે પણ પ્રતિક ધરણા પર બેસ્યા છે.

જેથી હાલ ગ્રામજનો પોતાની માંગ પર મક્કમ છે અને જ્યાં સુધી તંત્ર દ્વારા આ પરવાનેદારની કાયમી માટે હકાલપટ્ટી ન કરે ત્યાં સુધી દુકાન ખોલવા નહીં દેવામાં આવે અને અનાજ પણ નહીં લેવા ગ્રામજનો જણાવી રહ્યા છે જેથી તંત્ર દ્વારા વહેલી તકે ગ્રામજનોની માંગ સંતોષાય તે જરૂરી બને છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/