સર્વે કરવા આવતી ટીમને સહકાર આપવા અપીલ : આસિસ્ટન્ટ કલેકટર
હળવદ : તાજેતરમા હળવદમા સતત વધતા કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા ઘરે-ઘરે જઈને ૪૩૦ ટીમો દ્વારા પલ્સ ઓક્સીમીટરથી ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર સર્વેની કામગીરીનો અહેવાલ આસીસ્ટન્ટ કલેકટર ગંગાસીંઘ દ્વારા સમિક્ષા પણ કરવામાં આવશે.
હળવદમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને નિયંત્રણ કરવા માટે વિવિધ પગલાંઓ લેવાઇ રહ્યા છે ત્યારે હળવદના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં વોર્ડ વાઇઝ એક્ટીવ સર્વેલન્સ ટીમો દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. કોરોનાને નિયંત્રણ કરવા માટે એક્ટીવ સર્વેલન્સની ટીમો દ્વારા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં જુદી જુદી જગ્યાએ કાર્યરત કરાઇ છે. આ એક્ટીવ સર્વેલન્સ ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને કોરોનાનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ટીમો દ્વારા ઓછામાં ઓછા સર્વેના ૧૦ રાઉન્ડ કરવામાં આવશે.
હળવદ શહેરી વિસ્તારો ઉપરાંત ઉપરાત ગ્રામ્ય વિસ્તારના સર્વે કરવા માટે ૪૩૦ એક્ટીવ સર્વેલન્સ ટીમોની રચના કરાઇ છે. એક્ટીવ સર્વેલન્સ ટીમમાં આશા વર્કર, મેલ હેલ્થવર્કર, ફીમેલ હેલ્થવર્કર, મધ્યાહન ભોજનના સંચાલકો, શિક્ષકો, મલ્ટી પર્પઝ હેલ્થવર્કર વગેરે દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સર્વે કરવામાં આવશે. સર્વેની આ કામગીરી ૩૦ સપ્ટેમ્બર સુધી ચલાવવામાં આવશે. આસિસ્ટન્ટ કલેકટર ગંગાસિંઘના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ સર્વેલન્સની ટીમોની કામગીરીમાં કોઇ કચાશ ન રહે તે માટે ચોક્કસ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.
હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઘરે-ઘરે જઈ એક-એક વ્યક્તિનું આરોગ્યનું સર્વે કરવામાં આવી રહ્યું છે. સાથે જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય તો તેને સ્થળ પર અથવા તો જરૂર જણાય તો હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવશે. સાથે વધુમાં કોઈપણ વ્યક્તિને તાવ, માથું દૂ:ખવુ, શરદી કે પછી કોઈ અન્ય કોરોનાને લગતા લક્ષણો હોય તો તેઓએ હોસ્પિટલ ખાતે ચકાસણી કરાવવા આસિસ્ટન્ટ કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જે સર્વે માટેની ટીમો બનાવવામાં આવી છે. તે ટીમોને લોકો સાથ સહકાર આપે તે પણ અપીલ કરાઇ છે. શહેર-ગ્રામ્ય વિસ્તારમાં જે સર્વે માટેની ટીમો બનાવી છે. તેમાં ૧૦ ટીમ પર એક સુપરવાઇઝરની નિમણુક કરવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide