માર્કેટ યાર્ડમાં મગફળીના રજીસ્ટ્રેશન માટે ખેડૂતોની ભીડનો લાભ લઈને ગઠિયો કળા કરી ગયો
હળવદ : તાજેતરમા હળવદના માર્કેટ યાર્ડમાં દિન દહાડે વેપારીના થેલામાં કાપો મારી રૂ. 5 લાખની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં માર્કેટ યાર્ડમાં મગફળીના રજીસ્ટ્રેશન માટે ખેડૂતોની ભીડનો લાભ લઈને ગઠિયો કળા કરી ગયો હતો. બે દિવસ પહેલા બનેલા આ બનાવની વેપારીએ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદની શીવધારા સોસાયાટીમાં રહેતા વેપારી અંબરભાઇ લલીતભાઇ સોમૈયા (ઉ.વ.૨૮) એ ગઈકાલે અજાણ્યા શખ્સો સામે રૂ. 5 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વેપારી ગત તા.1 ઓક્ટોબરે બેન્કમાંથી રૂ.5 લાખ ઉપાડીને આ રકમ થેલામાં ભરીને હળવદ માર્કેટ યાર્ડમાં આવ્યા હતા. જો કે હળવદ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ખેડૂતોની ઓનોલાઈન નોંધણીની પ્રક્રિયા ચાલતી હોવાથી તે દિવસે ભીડ વધુ હતી. આથી, આ ભીડનો લાભ લઈને અજાણ્યા શખ્સોએ વેપારી પાસે રહેલા થેલામાં કાપો મારી તેમાંથી રૂ.5 લાખ સેરવી લઈને ફરાર થઈ ગયા હતા. વેપારીની નજર ચૂકવીને ગઠિયાઓ આ રીતે કળા કરી ગયાનું બહાર આવતા અંતે વેપારીએ આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. આથી, હળવદ પોલીસે ફરિયાદ નોંધીને રાબેતા મુજબની તપાસ હાથ ધરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide